ગઈ કાલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને સ્પષ્ટતા કરી હતી
મમતા બૅનરજી
તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ની સ્ટુડન્ટ વિન્ગના ફાઉન્ડેશન દિવસે મમતા બૅનરજીએ હડતાળ પર ઊતરેલા ડૉક્ટરોને ધમકી આપી હોવાનો આરોપ ભારતીય જનતા પાર્ટી (BJP)એ કર્યો હોવાથી ગઈ કાલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે ‘હું બહુ જ વિનમ્રતાથી સ્પષ્ટતા કરવા માગું છું કે મેં મેડિકલ સ્ટુડન્ટ્સ કે તેમના આંદોલનની ખિલાફ એક પણ શબ્દ નથી ઉચ્ચાર્યો. મારો તેમના આ આંદોલનને પૂરેપૂરો સપોર્ટ છે. મેં ક્યારેય તેમને ધમકાવ્યા નથી. આ આક્ષેપ સદંતર ખોટા છે. હું BJPની ખિલાફ બોલી હતી, કારણ કે તેઓ કેન્દ્ર સરકારની મદદથી આપણા રાજ્યમાં લોકશાહી સામે ખતરો ઊભો કરીને અરાજકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે અને આ જ કારણસર મેં તેમની ખિલાફ અવાજ ઉઠાવ્યો છે.’