૨૭૫ સભ્યોની નેપાલની પ્રતિનિધિસભામાં વિશ્વાસનો મત જીતવા માટે ૧૩૮ મતની જરૂર હતી
પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’
નેપાલના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ગઈ કાલે વિશ્વાસનો મત હારી જતાં તેમની સરકાર પડી ગઈ હતી. ૨૭૫ સભ્યોની નેપાલની પ્રતિનિધિસભામાં વિશ્વાસનો મત જીતવા માટે ૧૩૮ મતની જરૂર હતી, પણ પ્રચંડને માત્ર ૬૩ મત મળ્યા હતા. ૨૦૨૨માં સત્તા સંભાળ્યા બાદ પ્રચંડની સરકાર આ પહેલાં ચાર વિશ્વાસના મતમાં જીત હાંસલ કરી ચૂકી હતી. પ્રચંડ સરકારના સાથી-પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાલ-યુનિફાઇડ માર્કસિસ્ટ લેનિનિસ્ટ (CPN-UML) પાર્ટીએ ટેકો પાછો ખેંચી લેતાં તેમની સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. હવે CPN-UML પાર્ટીના નેતા અને નેપાલના ભૂતપૂર્વ વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી નવા વડા પ્રધાન બની શકે છે.