Nehru Letters Row: આ પત્રો નેહરુએ એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયા લક્ષ્મી પંડિત, અરુણા આસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત જેવા અગ્રણી વ્યક્તિઓને લખ્યા હતા.
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી (ફાઇલ તસવીર)
પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (PMML) સોસાયટીના સભ્ય રિઝવાન કાદરીએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Nehru Letters Row) પત્ર લખીને જવાહરલાલ નેહરુ સાથે સંબંધિત ઐતિહાસિક દસ્તાવેજોના `51 બૉક્સ` પરત કરવાની અપીલ કરી છે. સત્તાપક્ષ ભાજપ દ્વારા સોમવારે સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં કહ્યું છે કે આ દસ્તાવેજો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું છે કે 2008માં યુપીએ સરકાર દરમિયાન નેહરુના અંગત પત્રો 51 બૉક્સમાં પેક કરીને સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા. આ પત્રો નેહરુએ એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયા લક્ષ્મી પંડિત, અરુણા આસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત જેવા અગ્રણી વ્યક્તિઓને લખ્યા હતા.
શું છે મામલો?
ADVERTISEMENT
PMML એ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ (Nehru Letters Row) દ્વારા લખાયેલા અંગત પત્રો પરત કરવા ઔપચારિક વિનંતી કરી છે, જે 2008માં UPA શાસન દરમિયાન સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા. 10 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં પીએમએમએલના સભ્ય રિઝવાન કાદરીએ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ સોનિયા ગાંધીને આપેલા મૂળ પત્રો પાછા આપે અથવા તેમની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી સોંપે. સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પણ આવી જ વિનંતી કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના (Nehru Letters Row) સાંસદ સંબિત પાત્રાએ સોમવારે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સાંસ્કૃતિક મંત્રાલયે આ મુદ્દાની તપાસ કરવી જોઈએ અને દેશના પ્રથમ વડા પ્રધાનના પત્રો પાછા લાવવા જોઈએ. તેમણે કહ્યું કે આ તમામ દસ્તાવેજો આપણા રાષ્ટ્રને સમર્પિત છે. પાત્રાએ કહ્યું કે મારી માગણી છે કે સંસ્કૃતિ મંત્રાલય આ મામલાની સત્યતાની તપાસ કરે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા બીજેપીના અન્ય સાંસદ રવિ કિશને કહ્યું કે દેશના લોકોને એ જાણવાનો પૂરો અધિકાર છે કે તેઓ તે સમયે શું કરી રહ્યા હતા. તે સમયે કેવો પત્રવ્યવહાર થયો હતો તે દેશ જાણવા માગે છે. જ્યારે પણ કોઈ વડા પ્રધાન જેવા પદ પર બેસે છે ત્યારે તેની સાથે જોડાયેલી વસ્તુઓ દેશની બની જાય છે.
આ સિવાય સંબિત પાત્રાએ આ મુદ્દા પાછળ કૉંગ્રેસના (Nehru Letters Row) ઈરાદા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, `પ્રશ્ન એ છે કે શું લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ પત્રો દેશને પરત કરવા માટે સોનિયા ગાંધી સાથે વાત કરશે. લોકો જાણવા માગે છે કે નહેરુજીએ એડવિના માઉન્ટબેટનને શું લખ્યું હતું. 2010માં જ્યારે આ તમામ દસ્તાવેજોને ડિજિટાઈઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે સોનિયા ગાંધીએ આ પત્રોને ડિજિટાઈઝ કરતાં પહેલાં શા માટે લીધા? આ પત્રોમાં એવું શું હતું જે ગાંધી પરિવાર દેશને જણાવવા માગતો નથી?