તેમણે પટનામાં કહ્યું હતું કે ‘મોદી સરકાર નબળી સરકાર છે અને ઑગસ્ટ કે એના થોડા સમય બાદ પોતાની રીતે જ તૂટી પડશે
લાલુ પ્રસાદ યાદવ
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે ગઈ કાલે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) સરકાર આ વર્ષના ઑગસ્ટ મહિના સુધીમાં પડી જશે. RJDના ૨૮મા સ્થાપના દિને પાર્ટીના કાર્યકરોને સંબોધતાં તેમણે પટનામાં કહ્યું હતું કે ‘મોદી સરકાર નબળી સરકાર છે અને ઑગસ્ટ કે એના થોડા સમય બાદ પોતાની રીતે જ તૂટી પડશે. પાર્ટીના કાર્યકરોએ આગામી થોડા સમયમાં ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે.’
લાલુ યાદવના પુત્ર તેજસ્વીએ કહ્યું હતું કે ‘મોદી સરકાર પડી જશે તો બિહાર વિધાનસભાની ચૂંટણી પણ જલદી કરાવવામાં આવશે. આ ચૂંટણીમાં વિજય બાદ RJDનું મહાગઠબંધન બિહારમાં સરકાર બનાવશે.’