નાસાના સાઇકી સ્પેસક્રાફ્ટે આ જ નામના ઍસ્ટેરૉઇડ માટેની એની જર્ની શરૂ કરી છે.
મેટલ્સથી સમૃદ્ધ ઍસ્ટેરૉઇડ માટેની નાસાના સ્પેસક્રાફ્ટની જર્ની શરૂ
નાસાના સાઇકી સ્પેસક્રાફ્ટે આ જ નામના ઍસ્ટેરૉઇડ માટેની એની જર્ની શરૂ કરી છે. આ ઍસ્ટેરૉઇડ મેટલ્સથી સમૃદ્ધ છે, જેના સ્ટડીથી આપણને ગ્રહો વિશે વધુ જાણકારી મળશે. ફ્લોરિડામાં નાસાના કૅનેડી સ્પેસ સેન્ટર ખાતે લૉન્ચ પૅડ ૩૯એ પરથી સાઇકી સ્પેસક્રાફ્ટને સ્થાનિક સમયાનુસાર શુક્રવારે સવારે ૧૦.૧૯ વાગ્યે સક્સેસફુલી લૉન્ચ કરવામાં આવ્યું હતું. સાઇકી સ્પેસક્રાફ્ટ મંગળ અને ગુરુ વચ્ચે પરિભ્રમણ કરી આ ઍસ્ટેરૉઇડની યાત્રા કરશે અને એની રચનાનો અભ્યાસ કરશે.