યુકેના અગ્રણી ન્યુઝપેપર ‘ધ ગાર્ડિયન’માં પબ્લિશ થયેલા એક આર્ટિકલમાં આવી ભવિષ્યવાણી કરવામાં આવી છે
નરેન્દ્ર મોદી
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીનું વર્ષ ૨૦૨૪ શરૂ થતાં જ એનાં પરિણામને લઈને એક ભવિષ્યવાણી કરવામાં આવી છે. યુકેના અગ્રણી ન્યુઝપેપર ‘ધ ગાર્ડિયન’માં પબ્લિશ થયેલા એક આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારમાં પીએમ મોદીની સતત ત્રીજી મુદત પાકી જ છે.
‘ધ ગાર્ડિયન’ના સાઉથ એશિયાના કૉરસ્પૉન્ડન્ટ હન્ના એલિસ-પીટરસને તેમના આર્ટિકલમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બીજેપીની શાનદાર જીતનો ઉલ્લેખ કર્યો છે, જેનાથી ૨૦૨૪માં થનારી લોકસભાની ચૂંટણીમાં બીજેપીને વધારે તાકાત આપી છે.
ADVERTISEMENT
આ આર્ટિકલમાં વધુ જણાવવામાં આવ્યું છે કે ‘અત્યારના રાજકીય માહોલમાં રાજકીય ઍનલિસ્ટ્સ માનવા લાગ્યા છે કે મોદી અને બીજેપીની જીત નક્કી જ છે. એક પાવરફુલ પૉલિટિશ્યન તરીકે વડા પ્રધાનની લોકપ્રિયતા, બીજેપીના હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડા સતત દેશના હિન્દુઓને આકર્ષે છે, ખાસ કરીને ઉત્તર ભારતના હિન્દીભાષી વિસ્તારોમાં. ૨૦૧૪માં મોદી પીએમ બન્યા બાદથી જ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે દેશનું તંત્ર બીજેપી તરફ ઝૂકી ગયું. સાઉથ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં બીજેપીની વિરુદ્ધ વિપક્ષ મજબૂત છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે એ વિભાજિત અને નબળો જણાઈ રહ્યો છે.’
કૉન્ગ્રેસ વિશે આ આર્ટિકલમાં જણાવાયું છે કે ‘મુખ્ય વિપક્ષ કૉન્ગ્રેસે તેલંગણમાં વિધાનસભાની ચૂંટણી જીતી. કુલ મળીને હવે ત્રણ જ રાજ્યમાં આ પાર્ટી સત્તા પર છે. પાર્ટી આંતરિક વિખવાદનો સામનો કરી રહી છે.’