વડા પ્રધાન પાંચમી ફેબ્રુઆરીએ પ્રયાગરાજ આવવાના નથી
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન કરવા જવાના હતા, પણ તેમનો એ કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતીમાં જણાવાયું છે કે વડા પ્રધાન પાંચમી ફેબ્રુઆરીએ પ્રયાગરાજ આવવાના નથી. એ પછીના દિવસોમાં તેઓ પ્રયાગરાજ જશે કે નહીં એની માહિતી આપવામાં નથી આવી.
૨૯.૬૪ કરોડ લોકોએ કર્યું સ્નાન
ADVERTISEMENT
ગઈ કાલના દિવસમાં રાતે આઠ વાગ્યા સુધીમાં મહાકુંભમાં ૨.૦૬ કરોડ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું હતું અને શરૂઆતથી ગુરુવાર સુધીમાં કુલ ૨૯.૬૪ કરોડ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે.

