તૃણમૂલ કૉન્ગ્રેસની સ્ટુડન્ટ્સ વિંગના સ્થાપનાદિવસ પર મમતા બૅનરજી બોલ્યાં...
મમતા બેનર્જી
કલકત્તામાં તૃણમૂલ કૉન્ગ્રેસની સ્ટુડન્ટ્સ વિંગના સ્થાપનાદિવસ નિમિત્તે યોજાયેલા સમારોહમાં મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘કેટલાક લોકો એવું વિચારી રહ્યા છે કે અહીં જે આંદોલન ચાલી રહ્યું છે એ બંગલાદેશ જેવું છે. મને બંગલાદેશ પ્રત્યે પ્રેમ છે, ત્યાંના લોકો આપણા જેવી જ ભાષા બોલે છે. આપણી સંસ્કૃતિ પણ એકસરખી છે, પણ બંગલાદેશ અલગ દેશ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કલકત્તામાં મહિલા ડૉક્ટરના મૃત્યુની આડમાં બંગાળમાં આગ લગાવવાની કોશિશ કરી રહ્યા છે; પણ જો એ બંગાળને સળગાવે તો આસામ, પૂર્વોત્તર ભારત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને દિલ્હી સહિત અન્ય રાજ્ય પણ સળગી ઊઠશે. તમારી ખુરસી હલી જશે.’
મમતા બૅનરજીએ તેમના જૂના સ્લોગન બદલા નોય, બદલ ચાહી (બદલો નહીં, બદલાવ જોઈએ)નો પુનરુચ્ચાર કર્યો હતો.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળ બંધમાં જનજીવન અસ્તવ્ય
સ્તભારતીય જનતા પાર્ટી (BJP)એ આપેલા બાર કલાકના પશ્ચિમ બંગાળ બંધમાં હિંસાની કેટલીક ઘટનાઓ બની હતી અને જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. નૉર્થ ૨૪ પરગણામાં ભાતપરા ખાતે અને તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. BJPના નેતા પ્રિયાંગુ પાંડે પર ગોળીઓ છોડાઈ હતી, પણ તેઓ બચી ગયા હતા.