Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મુસ્લિમોને 4 ટકા અનામત મુદ્દે ભાજપનો હોબાળો: વિધાનસભામાં કાગળ ફાડી નાખ્યા અને...

મુસ્લિમોને 4 ટકા અનામત મુદ્દે ભાજપનો હોબાળો: વિધાનસભામાં કાગળ ફાડી નાખ્યા અને...

Published : 21 March, 2025 03:32 PM | Modified : 22 March, 2025 07:16 AM | IST | Bengaluru
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Muslim Quota Bill: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્યોએ શુક્રવારે, 21 માર્ચે મુસ્લિમ સમુદાયને 4 ટકા આરક્ષણ બિલ પસાર કરવાના સામે એક નાટકીય વિરોધ પ્રદર્શન કર્યા પછી કર્ણાટક વિધાનસભામાં ભારે હોબાળો મચી ગયો હતો.

કર્નાટક વિધાનસભામાં હોબાળો (તસવીર: સોશિયલ મીડિયા)

કર્નાટક વિધાનસભામાં હોબાળો (તસવીર: સોશિયલ મીડિયા)


મહારાષ્ટ્રમાં એક તરફ ઔરંગઝેબને લઈને વિધાનસભામાં વિપક્ષ અને સરકારના ધારાસભ્યો વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રની સાથે સાથે હવે કર્નાટક વિધાનસભામાં પણ એક મુદ્દે હોબાળો જોવા મળી રહ્યો છે. ભાજપના ધારાસભ્યોએ સત્રમાં બબાલ કરી અને કાગળો પણ ફફડી નાખ્યા.


ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્યોએ શુક્રવારે, 21 માર્ચે મુસ્લિમ સમુદાયને 4 ટકા આરક્ષણ બિલ પસાર કરવાના સામે એક નાટકીય વિરોધ પ્રદર્શન કર્યા પછી કર્ણાટક વિધાનસભામાં ભારે હોબાળો મચી ગયો હતો. પીટીઆઈ મુજબ, વિપક્ષી સભ્યો પોડિયમ પર ચઢી ગયા અને સ્પીકર યુટી ખાદર પર કાગળો ફેંક્યા, જેના કારણે માર્શલો અંદર આવી ગયા અને આ ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢ્યા.



અહેવાલ મુજબ, જાહેર કરારોમાં મુસ્લિમોને 4 ટકા આરક્ષણ આપતું આ બિલ, હોબાળા થયા છતાં પાસ થયું. ભાજપે આ પગલાનો સખત વિરોધ કર્યો, તેને ‘ગેરબંધારણીય’ ગણાવ્યું અને તેને કાયદેસર રીતે પડકારવાનું વચન આપ્યું. વિપક્ષી નેતા આર અશોકના નેતૃત્વમાં, ભાજપના ધારાસભ્યોએ સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવતા, તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


વિપક્ષી નેતા આર અશોકના નેતૃત્વમાં, ભાજપના ધારાસભ્યોએ ગૃહમાંથી વિરોધ પ્રદર્શન કર્યું, જ્યારે મુખ્ય પ્રધાને બજેટ ચર્ચા પર પોતાનો પ્રતિભાવ આપ્યો ત્યારે તેમના મંત્રી પર કથિત હની ટ્રેપ પ્રયાસની ન્યાયિક તપાસની માગણી કરી. ભાજપના ધારાસભ્ય ભરત શેટ્ટીએ સરકારની ટીકા કરતા કહ્યું કે, "હની ટ્રેપ કૌભાંડનો ઉકેલ લાવવાને બદલે, મુખ્યમંત્રીએ 4 ટકા મુસ્લિમ ક્વોટા બિલ પસાર કરવાનું પ્રાથમિકતા આપ્યું, જેના કારણે અમે વિરોધ કર્યો. સરકારી ધારાસભ્યોએ જ કાગળો ફાડી નાખ્યા અને અમારા પર પુસ્તકો ફેંક્યા, અમે કોઈને નુકસાન પહોંચાડ્યું નહોતું."

સિદ્ધારમૈયા ગૃહને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી અને તેમના આશ્વાસન છતાં ચાલુ રહી. પોતાની સરકારનો બચાવ કરતા તેમણે કહ્યું કે કોઈને બચાવવાનો કોઈ પ્રયાસ થયો નથી. "આ કેસમાં કોઈપણનું રક્ષણ કરવાની સરકારની જવાબદારી છે. કાયદા અનુસાર, દોષિતોને સજા થવી જોઈએ... આ કેસમાં કોઈને બચાવવાનો કોઈ પ્રશ્ન જ નથી," ANIના અહેવાલ મુજબ તેમણે કહ્યું.

એક દિવસ પહેલા, ગૃહમંત્રી જી પરમેશ્વરે કે.એન. રાજન્નાના પુત્ર એમએલસી રાજેન્દ્ર રાજન્નાને સંડોવતા કથિત હની ટ્રેપ પ્રયાસની ઉચ્ચ સ્તરીય તપાસની જાહેરાત કરી હતી.

કર્ણાટક હની ટ્રેપ કૌભાંડ વિશે

કર્ણાટકના સહકાર મંત્રી કે.એન. રાજન્નાએ ગુરુવાર, 20 માર્ચે દાવો કર્યો હતો કે વિવિધ પક્ષોના રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓ સહિત લગભગ 48 રાજકારણીઓ હની ટ્રેપનો ભોગ બન્યા છે. ભાજપના ધારાસભ્ય બસનાગૌડા પાટિલ યત્નાલે આરોપ લગાવ્યો હતો કે રાજન્નાને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમનું આ નિવેદન આવ્યું. રાજન્નાએ ગૃહમંત્રી જી પરમેશ્વરને આ મામલાની તપાસ શરૂ કરવા વિનંતી કરી. ભાજપના નેતા અને વિપક્ષના નેતા આર અશોકે તેને "ધારાસભ્યો વિરુદ્ધનું સૌથી મોટું કાવતરું" ગણાવ્યું, ચેતવણી આપી કે તે છુપાયેલા એજન્ડા સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓને નિશાન બનાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ હતો.

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2025 07:16 AM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK