ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં નવેમ્બરમાં એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરનારા મુંબઈવાસી શંકર મિશ્રાની તેની કંપની વેલ્સ ફાર્ગોએ હકાલપટ્ટી કરી છે.
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી ઃ ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં નવેમ્બરમાં એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરનારા મુંબઈવાસી શંકર મિશ્રાની તેની કંપની વેલ્સ ફાર્ગોએ હકાલપટ્ટી કરી છે. આ કંપનીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘અમને આ આરોપ અત્યંત ડિસ્ટર્બ કરનારા જણાય છે.’ શંકર મિશ્રા અત્યારે મિસિંગ છે અને પોલીસ તેને શોધી રહી છે. ૨૬ નવેમ્બરે ન્યુ યૉર્ક-દિલ્હી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં શંકર મિશ્રાએ બિઝનેસ ક્લાસમાં એક મહિલા પર પેશાબ કર્યો હતો.