મુકેશ અંબાણી (Mukesh Ambani in Badrinath) તેમના ચાર્ટર્ડ હેલિકોપ્ટરમાં સિવિલ હેલિપેડ બદ્રીનાથ પહોંચ્યા હતા, જ્યાં બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ એટલે કે BKTCના પ્રમુખ અને ઉપપ્રમુખે તેમનું સ્વાગત કર્યું હતું
બદ્રીનાથ ધામ પહોંચ્યા મુકેશ અંબાણી. તસવીર સૌજન્ય: પીટીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના માલિક અને દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) આજે (12 ઑક્ટોબર 2023) બદ્રીનાથ (Badrinath) પહોંચ્યા છે. અહીં તેમણે બદ્રીનારાયણ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમની સાથે રાધિક મર્ચન્ટ (Radhika Merchant) પણ હતાં, જેની સગાઈ તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) સાથે થઈ છે. મુકેશ અંબાણી સાથે પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા.
મુકેશ અંબાણી (Mukesh Ambani in Badrinath) તેમના ચાર્ટર્ડ હેલિકોપ્ટરમાં સિવિલ હેલિપેડ બદ્રીનાથ પહોંચ્યા હતા, જ્યાં બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ એટલે કે BKTCના પ્રમુખ અને ઉપપ્રમુખે તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે અંબાણીને ફૂલોનો હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
નોંધનીય છે કે મુકેશ અંબાણીની આ બદ્રીનાથ યાત્રા (Mukesh Ambani in Badrinath) પહેલીવાર નથી. તેમણે ગયા વર્ષે પણ પવિત્ર યાત્રાધામની મુલાકાત લીધી હતી. મુકેશ અંબાણીએ રાધિકા અને તેમની માતા સાથે બદ્રીનાથ ધામમાં ભગવાનના દર્શન કર્યા હતા. આ પછી તેઓ મંદિરની બહાર આવ્યા અને કેટલીક તસવીરો ક્લિક કરી હતી.
બાબા બદ્રીનાથની વિશેષ પૂજા કરી
મુકેશ અંબાણીએ અહીં બાબા બદ્રીનાથ ધામમાં વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. તેમણે વિધિવત પૂજા કરી હતી અને બાબાના આશીર્વાદ લીધા હતા. મુકેશ અંબાણી દર વર્ષે બદ્રીનાથ ધામમાં આવે છે અને અહીં આયોજિત વિશેષ પૂજામાં ભાગ લે છે. આ વખતે પણ મુકેશ અંબાણી તેમના પરિવારના સભ્યો સાથે ગુરુવારે બદ્રીનાથ પહોંચ્યા અને દર વર્ષની જેમ પૂજામાં ભાગ લીધો હતો. તેમણે ખૂબ જ ભક્તિભાવથી પૂજામાં ભાગ લીધો હતો.
મુકેશ અંબાણીની મુલાકાતને ધ્યાનમાં રાખીને અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લી વખત મુકેશ અંબાણીએ મુલાકાત લીધી હતી ત્યારે તેમણે 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. અનંત અંબાણીને 2019માં બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
મુંબઈમાં અંબાણી-દંપતી બન્યું ઑલિમ્પિક કમિટીના પ્રમુખ થૉમસ બાકનું યજમાન
૧૫ ઑક્ટોબરે યોજાનારી ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)ના પ્રમુખ થૉમસ બાક મુંબઈ આવ્યા છે અને મંગળવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક તથા ચૅરપર્સન નીતા અંબાણીએ તેમનું પોતાના નિવાસસ્થાને સ્વાગત કર્યું હતું. નીતા અંબાણીએ તેમનું ભારતીય પરંપરા મુજબ વેલકમ કર્યું હતું. એ પહેલાં રવિવારે નીતા અંબાણી અને થૉમસ બાકે મુંબઈ સિટી એફસી અને કેરલા બ્લાસ્ટર એફસી વચ્ચેની ફુટબૉલ મૅચ જોઈ હતી. થૉમસ બાકે ભારતીય ફુટબૉલર્સની ટૅલન્ટને ખૂબ વખાણી હતી અને ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ને બિરદાવી હતી.