મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે ગઈ કાલે એવો સંકેત આપ્યો હતો કે તેઓ રાજ્યનાં ધાર્મિક શહેરોની પવિત્રતાને અકબંધ રાખવા માટે એ શહેરોમાં શરાબ પર પ્રતિબંધ લાદવાની વિચારણા કરી રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે ગઈ કાલે એવો સંકેત આપ્યો હતો કે તેઓ રાજ્યનાં ધાર્મિક શહેરોની પવિત્રતાને અકબંધ રાખવા માટે એ શહેરોમાં શરાબ પર પ્રતિબંધ લાદવાની વિચારણા કરી રહ્યા છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘શરાબના વેચાણ અને ઉપયોગથી આ ધાર્મિક શહેરોનું વાતાવરણ બગડી રહ્યું હોવાની ફરિયાદો અમને મળી રહી છે. એના પગલે રાજ્ય સરકાર શરાબનીતિમાં સુધારા કરીને ધાર્મિક શહેરોમાં શરાબના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે. સંતોએ આ વિષયે આપેલાં સૂચનોનું અમલીકરણ કરવાનું અમે ગંભીરતાથી વિચારી રહ્યા છે. સરકાર ટૂંક સમયમાં આ મુદ્દે નક્કર પગલાંની જાહેરાત કરશે.’