Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આઠ નૅશનલ પાર્ટીઓ દ્વારા જાહેર કરાયેલી કુલ ઇન્કમમાંથી અડધાથી વધુ બીજેપીના ફાળે

આઠ નૅશનલ પાર્ટીઓ દ્વારા જાહેર કરાયેલી કુલ ઇન્કમમાંથી અડધાથી વધુ બીજેપીના ફાળે

Published : 02 March, 2023 08:39 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સે ગઈ કાલે જણાવ્યું હતું કે બીજેપીએ ૨૦૨૧-’૨૨ દરમ્યાન ૧૯૧૭.૧૨ કરોડ રૂપિયાની કુલ ઇન્કમ જાહેર કરી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ માન્યતા પ્રાપ્ત આઠ નૅશનલ પાર્ટીઓએ ૨૦૨૧-’૨૨ના નાણાકીય વર્ષમાં સમગ્ર ભારતમાંથી કલેક્ટ કરેલી ૩૨૮૯.૩૪ કરોડ રૂપિયાની કુલ આવક જાહેર કરી છે, જેમાંથી અડધાથી વધુ આવક બીજેપીની છે. 
અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સે ગઈ કાલે જણાવ્યું હતું કે બીજેપીએ ૨૦૨૧-’૨૨ દરમ્યાન ૧૯૧૭.૧૨ કરોડ રૂપિયાની કુલ ઇન્કમ જાહેર કરી હતી અને એમાંથી ૮૫૪.૪૬૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેના પછી તૃણમૂલ કૉન્ગ્રેસે ૫૪૫.૭૪૫ કરોડ રૂપિયાની ઇન્કમ જાહેર કરી હતી. કૉન્ગ્રેસની કુલ ઇન્કમ ૫૪૧.૨૭૫ કરોડ રૂપિયા હતી, જ્યારે એણે એ આવકમાંથી ૪૦૦.૪૧૪ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. 
આઠમાંથી ચાર નૅશનલ પાર્ટીઓ-બીજેપી, તૃણમૂલ કૉન્ગ્રેસ, કૉન્ગ્રેસ અને એનસીપીએ ૨૦૨૧-’૨૨ દરમ્યાન ઇલેક્ટોરલ બૉન્ડ્સ દ્વારા ડોનેશન્સથી તેમની કુલ આવક ૧૮૧૧.૯૪૨૫ કરોડ રૂપિયા કલેક્ટ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2023 08:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK