દેશમાં ૨૫૦૦૦થી વધુ નવા કેસ
દેશમાં ૨૫૦૦૦થી વધુ નવા કેસ
દેશમાં ચાલુ વર્ષ દરમ્યાન સતત બીજા દિવસે એક દિવસમાં સૌથી વધુ કોવિડ-19 કેસ નોંધાયા હતા. જોકે મરણાંક પણ ચિંતાજનક ગતિએ વધી રહ્યો છે. ગઈ કાલે કોરોના વાઇરસના ૨૫,૩૨૦ નવા કેસ નોંધાયા હતા, જે આગળના દિવસ કરતાં ૪૩૮ કેસનો વધારો સૂચવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાઇરસ સંક્રમિતોનો કુલ આંકડો ૧,૧૩,૫૯,૦૪૮ પર રહ્યો છે, જ્યારે કે મરણાંક ૧,૫૮,૬૦૭ નોંધાયો છે. ઍક્ટિવ કેસ વધીને ૨,૧૦,૫૪૪ થયો હતો.
જોકે છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસમાંથી ૬૭ ટકા કેસ માત્ર બે રાજ્યોમાંથી નોંધાયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૬૦૨ કેસ નોંધાયા છે, જ્યારે પંજાબમાં ૧૫૧૫ કેસ નોંધાયા છે એમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી વિગતોમાં જણાવાયું હતું.

