દેશમાં આ વર્ષે મૉનસૂનના સામાન્ય રહેવાની શક્યતા છે. IMPએ જણાવ્યું કે 4 જૂનની આસપાસ મૉનસૂન કેરળ પહોંચશે. આ વર્ષ મૉનસૂન 96 ટકા રહેવાનું અનુમાન છે. તો ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી ઓછી વરસાદ થવાની શક્યતા છે.
Monsoon
પ્રતીકાત્મક તસવીર
દેશમાં આ વર્ષે મૉનસૂનના (Monsoon) સામાન્ય રહેવાની શક્યતા છે. IMPએ જણાવ્યું કે 4 જૂનની આસપાસ મૉનસૂન કેરળ પહોંચશે. આ વર્ષ મૉનસૂન 96 ટકા રહેવાનું અનુમાન છે. તો ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી ઓછી વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ મૉનસૂન 96 ટકા રહેવાનું અનુમાન છે. મૉનસૂન દરમિયાન અલ નીનોની શક્યતા 90 ટકાથી વધારે છે.
આ પહેલા ગુરુવારે ભારતીય હવામાન વિભાગોની વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સોમા સેનરૉયે એક ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે, `અમારું પૂર્વાનુમાન છે કે અલ નીનો રહેશે અને હિંદ મહાસાગર ડિપોલ પૉઝિટીવ રહેશે. યૂરેશિયન બરફની ચાદર પણ આપણે માટે ફેવરેબલ છે. અલ નીનોની અસર તો ચોક્કસ દેખાશે. પણ મારું કહેવું છે કે ફક્ત એક ફેક્ટરથી મૉનસૂન પ્રભાવિત નથી થતું. આપણા મૉનસૂન પર બે-ત્રણ વૈશ્વિક કારક છે, જે મૉનસૂન પર અસર પાડે છે.. તેમાં અલ નીનો ફેવરેબલ નથી પણ ઈન્ડિયન મહાસાગર દ્વિધ્રુવીય ફેવરેબલ છે. આ બધા ફેક્ટર ચેક કરીને અમે કહ્યું છે કે મૉનસૂન સામાન્ય રહેવાની શક્યતા છે.`
ADVERTISEMENT
હવામાન વિભાગ પ્રમાણે- છેલ્લા 16 મૉનસૂન સીઝનમાં જ્યારે અલ નીનો રહ્યું છે, તેમાં એ જોવામાં આવ્યું છે કે 9 વાર મૉનસૂન સામાન્યથી નબળું રહ્યું છે અને બાકી 7 વાર મૉનસૂન સામાન્ય રહ્યું છે. તાજેતરમાં જ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડૉ. એમ રવિચંદ્રને કહ્યું હતું કે સામાન્ય મૉનસૂનની આશા કરી રહ્યા છે. અલ નીનો એકમાત્ર કારક નથી જે વૈશ્વિક પવન પેટર્નને પ્રભાવિત કરે છે. અટલાંટિક નીનો, હિંદ મહાસાગર ડિપોલ અને યૂરેશિયન સ્નો કવર વગેરે જેવા અન્ય કારક પણ છે જે મૉનસૂનને પ્રભાવિત કરી શકે છે.
આ પણ વાંચો : ‘રાષ્ટ્રપતિ કરે સંસદ ભવનનું ઉદ્ઘાટન’ આવી માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
Science journalમાં છપાયેલી એક નવી રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે અલ નીનોને કારણે 1982-83 અને 1997-98માં ગ્લોબલ ઈનકમમાં ડૉલર 4.1 ટ્રિલિયન અને ડૉલર5.7 ટ્રિલિયન સુધીનું નુકસાન થયું હતું. શોધવમાં દાવો કરવામાં આવ્યો છે કે 21મી સદીના અંત સુધી વૈશ્વિક સ્તરે આર્થિક નુકસાન ડૉલર 84 ટ્રિલિયન સુધી હોઈ શકે છે.