બિહાર અને કેરલામાં સામાન્ય વરસાદ કરતાં અનુક્રમે ૬૯ ટકા અને ૬૦ ટકા ઓછો વરસાદ પડ્યો હતો.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
નૈઋત્ય ચોમાસાએ એની સામાન્ય તારીખથી છ દિવસ પહેલાં જ ગઈ કાલે સમગ્ર દેશને કવર કર્યો હતો. એ રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના બાકી ભાગ તરફ આગળ વધી રહ્યું છે.
આ પહેલાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના પૂર્વ વિસ્તાર અને બિહારના દક્ષિણ વિસ્તારોને છોડીને સમગ્ર દેશમાં જુલાઈમાં ચોમાસું નૉર્મલ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે ગઈ કાલે જણાવ્યું હતું કે આઠમી જુલાઈની સામાન્ય તારીખની સરખામણીમાં મૉન્સૂને ગઈ કાલે સમગ્ર દેશને કવર કર્યો હતો.
જૂનમાં ૧૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અપૂરતો વરસાદ પડ્યો હતો. બિહાર અને કેરલામાં સામાન્ય વરસાદ કરતાં અનુક્રમે ૬૯ ટકા અને ૬૦ ટકા ઓછો વરસાદ પડ્યો હતો. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં પણ જૂન માટેના સામાન્ય વરસાદ કરતાં ઓછો વરસાદ પડ્યો હતો.