કોર્ટે પિંકી ઈરાનીને ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે.
સુકેશ ચંદ્રશેખર અને જૅકલીનની મુલાકાત કરાવનાર પિંકી ઈરાનીની ધરપકડ
સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડ્રરિંગ (Money Laundring Case)મામલે પિંકી ઈરાની(Pinky Irani)ને આજે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખામાં હાજર કરવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ પિંકી ઈરાનીની ધરપકડ કરી દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા હતાં. કોર્ટે પિંકી ઈરાનીને ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે.
દિલ્હી પોલીસ (Delhi Police)ના જણાવ્યા અનુસાર, પિંકી ઈરાનીએ જ જેકલીનનો પરિચય સુકેશ ચંદ્રશેખર સાથે કરાવ્યો હતો. જ્યારે સુકેશ ચંદ્રશેખરની સહયોગી પિંકી ઈરાની અને જૅકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez)ને સામસામે પૂછપરછ કરવામાં આવી ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેકલીને પોતાના નિવેદનમાં કબૂલાત કરી હતી કે તે સુકેશ સાથે રિલેશનશિપમાં હતી. નોંધનીય છે કે જ્યારે જેકલીન સુકેશ સાથે રિલેશનશિપમાં હતી ત્યારે તેને કરોડોની ગિફ્ટ મળતી હતી. અહેવાલો અનુસાર, સુકેશે તેણીને હીરાની વીંટી આપીને પ્રપોઝ કર્યું હતું, જેના પર J અને S કોતરેલા હતા. આ સાથે ઠગ સુકેશે જેકલીનની ફેશન ડિઝાઈનર લિપાક્ષીના ખાતામાં 3 કરોડ રૂપિયા નાખ્યા હતા. આ પૈસાથી લિપાક્ષી તેના ડિઝાઈનર કપડાં, કાર અને જેકલીનની પસંદગીના ગિફ્ટ્સ આપતી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો:...તો પછી જેકલિનની ધરપકડ કેમ ના કરી? કોર્ટે EDને કર્યો સવાલ
ફેબ્રુઆરીમાં, EDએ ચંદ્રશેખરની કથિત સહયોગી પિંકી ઈરાની સામે તેની પ્રથમ પૂરક ફરિયાદ દાખલ કરી હતી. પિંકીએ જ સુકેશનો પરિચય બોલિવૂડ અભિનેત્રીઓ સાથે કરાવ્યો હતો. ચાર્જશીટમાં આરોપ છે કે પિંકી ઈરાની ફર્નાન્ડીઝ માટે મોંઘી ભેટ પસંદ કરતી હતી અને બાદમાં તે ભેટો માટે સુકેશ ચંદ્રશેખર વતી ચૂકવણી કરતી હતી. ઈડીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં એડિશનલ સેશન્સ જજ પ્રવીણ સિંહની કોર્ટમાં આ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. બાદમાં ફેબ્રુઆરીમાં EDએ ઈરાની સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. ચંદ્રશેખરે અનેક મોડલ અને બોલિવૂડ સેલિબ્રિટીઓ પર લગભગ 20 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. બોલિવૂડની કેટલીક હસ્તીઓએ તેમની પાસેથી ભેટ લેવાનો ઇનકાર કર્યો હતો.