Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એક યુગનો અંત! દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મોહન સિંહના જીવન અને કારકિર્દી પર એક નજર

એક યુગનો અંત! દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મોહન સિંહના જીવન અને કારકિર્દી પર એક નજર

Published : 27 December, 2024 12:40 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mohan Singh Passed Away: ડૉ. મનમોહન સિંહ નાણા મંત્રાલયના સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર, પ્રધાનમંત્રીના સલાહકાર, યુજીસીના અધ્યક્ષ સહિતના મહત્ત્વના પદ સંભાળી ચૂક્યા છે.

ડૉ. મનમોહન સિંહની તસવીરો રાહુલ ગાંધીએ શૅર કરી

ડૉ. મનમોહન સિંહની તસવીરો રાહુલ ગાંધીએ શૅર કરી


પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહજીનું (Mohan Singh Passed Away) ગુરુવારે રાતે 9:51 વાગ્યે દુઃખદ નિધન થયું છે. તો ચાલો જાણીએ દેશના છેલ્લા એવા વડા પ્રધાનના જીવન બાબતે જેમનો આઝાદી પહેલા જન્મ થયો હતો અને તેમણે કેવી રીતે ભારતને અનેક મોટા આર્થિક સંકટોથી મુક્ત કરાવ્યું.


ડૉ. મનમોહન સિંહનો રાજકીય કાર્યકાળ 33 વર્ષ લાંબો હતો, ભારતમાં આર્થિક સુધારાના નાયક હતા. તેઓ એક કુશળ રાજનેતા હોવાની સાથે વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક હતા. તેઓ ભારતના નાણા પ્રધાન અને નાણા સચિવ, રિઝર્વ બેન્કના ગવર્નર (Mohan Singh Passed Away) પણ રહી ચુક્યા છે. આવા મહાન અર્થશાસ્ત્રીએ ભારત જેવા વિકાસસીલ દેશને વિશ્વની હરોળમાં લાવવા આર્થિક ઉદારીકરણ લાવી દેશને મજબુત બનાવ્યો. તેઓ ભારતના અર્થવ્યવસ્થાને મજબૂત કરનાર અને ગ્લોબલાજેશન અને આર્થિક ઉદારીકરણન પ્રણેતા લગભગ 1991થી ફાઇનાન્સ મિનિસ્ટરથી 2014 સુધી દેશને આર્થિક મજબૂતાઈ આપવા ખૂબ મોટો ફાળો હતો.



આર્થિકવ્યવસ્થાને 21 સદીમાં લઈ જનાર વડા પ્રધાન 2002થી 2004માં રાજ્યસભાના વિપક્ષ નેતા હતા. ભારતના 14માં કર્તવ્યપરાયણતા, અભ્યાસુ વલણ, સરળતાથી બધાને ઉપબલ્ધ રહેવાનું વલણ, સતત પરિશ્રમની વૃતિ અને વ્યાવસાયિક સૂઝબૂઝ (Mohan Singh Passed Away) માટે તેમને યાદ કરવામાં આવે છે. અખંડ ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ તેમનો જન્મ થયો હતો. ડૉ. સિંહે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રીક પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. તેમની શૈક્ષણિક કારકિર્દીએ તેમને પંજાબથી બ્રિટનની કેમ્બ્રિઝ યુનિવર્સિટી પહોંચાડ્યા હતા. 1957માં આ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ વર્ગમાં ઓનર્સ ડિગ્રી મેળવી હતી.


1962માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની નુફિલ્ડ કૉલેજમાંથી (Mohan Singh Passed Away) અર્થશાસ્ત્ર વિષયમાં જ ડી. ફિલ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. પોતાના પુસ્તક ‘ઇન્ડીયાસ અક્સપોર્ટ ટ્રેન્ડ્સ એન્ડ પ્રોસ્પેક્ટસ ફોર સેલ્ફ સસ્ટેઇન્ડ ગ્રોથ’ (ક્લારેન્ડ્ન પ્રેસ, ઓક્સફોર્ડ, 1964)માં તેમણે ભારતની આંતરલક્ષી (ઇનવર્ડ ઓરિએન્ટેડ) વેપારનીતિની આલોચના કરી હતી. પંજાબ યુનિવર્સિટી તેમજ પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ફેકલ્ટી તરીકે સેવા આપતા તેમની કારકિર્દીને નિખાર મળ્યો હતો. આ વર્ષો દરમિયાન જ તેમણે ટૂંક સમય માટે ‘અંકટાડ’ (UNCTAD) મંત્રાલયમાં પણ સેવા આપી હતી. તેને પગલે જ 1987થી 1990 દરમિયાન સાઉથ કમિશન, જીનેવાના મહામંત્રીપદે તેમની નિમણૂક થઇ હતી.

1971માં ડૉ. સિંહ ભારત સરકારમાં વાણિજ્ય મંત્રાલયના (Mohan Singh Passed Away) આર્થિક સલાહકાર પદે જોડાયા હતા. 1972માં તેમની નિમણૂક નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકારપદે થઇ હતી. ડૉ. મનમોહન સિંહ નાણા મંત્રાલયના સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર, પ્રધાનમંત્રીના સલાહકાર, યુજીસીના અધ્યક્ષ સહિતના મહત્ત્વના પદ સંભાળી ચૂક્યા છે. સ્વતંત્ર ભારતના આર્થિક ઇતિહાસને વળાંક આપવાની ઘડીએ 1991 થી 1996 વચ્ચેના પાંચ વર્ષ દરમિયાન તેમણે ભારતના નાણામંત્રી પદે સેવા આપી હતી. આર્થિક સુધારાઓની સર્વાંગીનીતિને અમલી બનાવવામાં રહેલી તેમની ભૂમિકાને વિશ્વભરમાં માન્યતા મળેલી છે. ભારતનો આ સમયગાળો ડૉ. સિંહ સાથે સંકળાયેલો રહ્યો હતો.


પોતાની જાહેર કારકિર્દી દરમિયાન ડૉ. સિંહને અનેક એવોર્ડ અને સન્માન મળ્યા છે. ભારતના દ્વિત્તીય ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ (Mohan Singh Passed Away) (1987)થી પણ તેમને સન્માનવામાં આવ્યા હતા. તે ઉપરાંત ઇન્ડિયન સાયન્સ કૉંર્ગેસ દ્વારા તેઓને જવાહરલાલ નહેરુ બર્થ સેન્ટેનરી અવોર્ડ (1995), યુરો મની દ્વારા ફાયનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (1993 અને 1994), કેમ્ર્બિઝ યુનિવર્સિટી દ્વારા એડમ સ્મિથ પ્રાઇઝ (1956), કેમ્બ્રિઝ સેન્ટ જોન કૉલેજ ખાતે ઉત્કૃષ્ઠ કામગીરી માટે રાઇટ પ્રાઇઝ (1955) વગેરે સન્માનથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જાપાનના નોન કેઇલાઇ શિમબુન સંગઠન સહિતના અનેક સંગઠન તેમને સન્માની ચૂક્ચા છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિઝ અને ઓક્સફોર્ડ સહિતની અનેક યુનિવર્સિટી દ્વારા તેમને ઓનરરી ડિગ્રીઓ પ્રાપ્ત થઇ ચૂકી છે. અનેક આંતકરાષ્ટ્રીય પરિષદો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

1993માં તેમણે સાયપ્રસ ખાતે મળેલા કોમનવેલ્થ હેડ ઓફ ગવર્નમેન્ટ (Mohan Singh Passed Away) બેઠકમાં ભારતના પ્રતિનિધીમંડળનું નેતૃત્વ સંભાળ્યું. 1993માં વિયેના ખાતે મળેલી હ્યુમન રાઇટ્સ વર્લ્ડ કોન્ફરન્સમાં પણ ભારતીય પ્રતિનિધીમંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું. ડૉ. સિંહની રાજકિય કારકિર્દીની વાત કરીએ તો 1991થી તેઓ રાજ્યસભાનું સભ્યપદ ધરાવતા હતા. 1998 અને 2004માં તેઓએ રાજ્યસભામાં વિરોધપક્ષના નેતાનું પદ પણ સભાળ્યું હતું. વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીઓ પછી 22મી મે ના રોજ ડૉ. મનમોહન સિંહે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. 22 મે 2009ના રોજ બીજી મુદત માટે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. ડૉ. સિંહ અને તેમના શ્રીમતી ગુરુશરણ કૌરને ત્રણ દીકરીઓ છે.

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2024 12:40 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK