મોદીએ સ્પષ્ટ ના પાડી છે કે કોઈએ તેમનો ચરણસ્પર્શ કરવો નહીં.
દિલ્હીના ઉમેદવારને નરેન્દ્ર મોદી ત્રણ વાર પગે લાગ્યા
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ગઈ કાલે નરેન્દ્ર મોદી એક પ્રચારસભામાં દિલ્હીના કરાવલ નગરની પ્રચાર રૅલીમાં મંચ પર પહોંચ્યા ત્યારે પટપડગંજના ઉમેદવાર રવીન્દ્ર સિંહ નેગી મોદીને પગે લાગ્યા હતા. આ જોઈને મોદી ખુદ આ ઉમેદવારને ત્રણ વાર પગે લાગ્યા હતા. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો. મોદીએ સ્પષ્ટ ના પાડી છે કે કોઈએ તેમનો ચરણસ્પર્શ કરવો નહીં.

