ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં ચાર મહિના પહેલાં બિઝનેસમૅન રાહુલ ગુપ્તાની ૩૨ વર્ષની પત્ની એકતા ગુપ્તા ગુમ થઈ હતી, પણ શુક્રવારે રાતે તેની ડેડ-બૉડી કાનપુરના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ કમ્પાઉન્ડના ઑફિસર્સ ક્લબના પરિસરમાંથી મળી આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં ચાર મહિના પહેલાં બિઝનેસમૅન રાહુલ ગુપ્તાની ૩૨ વર્ષની પત્ની એકતા ગુપ્તા ગુમ થઈ હતી, પણ શુક્રવારે રાતે તેની ડેડ-બૉડી કાનપુરના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ કમ્પાઉન્ડના ઑફિસર્સ ક્લબના પરિસરમાંથી મળી આવી હતી. આ કેસમાં પોલીસે વિમલ સોની નામના જિમ-ટ્રેઇનરની ધરપકડ કરી છે અને આરોપીએ ગુનો કબૂલી લીધો હતો.
આ કેસમાં પોલીસે આપેલી માહિતી મુજબ તેમની વચ્ચે પ્રેમ હતો અને વિમલનાં લગ્ન અન્ય યુવતી સાથે નક્કી થતાં એકતા નારાજ હતી અને વીસ દિવસ સુધી તેને મળી નહોતી. ત્યાર બાદ તે ૨૪ જૂને વિમલને મળવા જિમમાં ગઈ હતી અને ત્યાંથી તેઓ કારમાં નીકળ્યાં હતાં. તેમની વચ્ચે ઝઘડો થતાં વિમલે એકતાના ગળા પર મુક્કો મારતાં તેનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ તેણે લાશને દાટી દીધી હતી અને ત્યાંથી ફરાર થયો હતો.