શુક્રવારે શંકરે દિલ્હીની સેશન કોર્ટમાં દાવો કર્યો હતો કે તેણે આ અપરાધ કર્યો નથી બલકે ફરિયાદીએ જ પોતાની સીટ પર પેશાબ કર્યો હતો
ફાઇલ તસવીર
નવી દિલ્હી : ઍર ઇન્ડિયાના ‘પેશાબ’ કેસની ફરિયાદીએ ગઈ કાલે આરોપી શંકર મિશ્રાની આકરી ટીકા કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ખોટી માહિતી ફેલાવવા અને વધુ હૅરૅસમેન્ટ કરવા માટે જ શંકરે ખોટો દાવો કર્યો છે. શંકર પર ગયા વર્ષે ૨૬ નવેમ્બરે ઍર ઇન્ડિયાની ન્યુ યૉર્ક-નવી દિલ્હીની ફ્લાઇટમાં તેની સાથી મહિલા પૅસેન્જર પર પેશાબ કરવાનો આરોપ છે. જોકે શુક્રવારે શંકરે દિલ્હીની સેશન કોર્ટમાં દાવો કર્યો હતો કે તેણે આ અપરાધ કર્યો નથી બલકે ફરિયાદીએ જ પોતાની સીટ પર પેશાબ કર્યો હતો.