મામલો મેરઠના દેહત પોલીસ સ્ટેશન વિસ્તારના ઈંચોલીના નંગલા શેખુ ગામનો છે. અહીં રહેતી હસીનની 16 વર્ષની બહેન અમરીશાનું અન્ય સંપ્રદાયના યુવક સાથે અફેર હતું
એઆઈ દ્વારા નિર્મિત પ્રતીકાત્મક તસવીર
મેરઠના ગ્રામીણ વિસ્તારમાં એક ભાઈએ પોતાની જ સગી બહેનની હત્યા કરી છે. તેણે પહેલાં તેની બહેનને ખૂબ માર માર્યો અને પછી તેનું ગળું દબાવીને છડેચોક હત્યા (Meerut Honour Killing) કરી. બહેનને મારતી વખતે ભાઈના હાથ પણ કાંપ્યો નહોતા. બહેનનો વાંક માત્ર એટલો જ હતો કે તે બીજા સમાજના પ્રેમી સાથે લગ્ન કરવાના તેણીના નિર્ણય પર મક્કમ હતી અને ઈજ્જત ખાતર ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરી નાખી હતી.