સિક્કિમના નાથૂ લામાં બૉર્ડર વિસ્તારમાં ભારે હિમપાત થયો છે. આ ઘટનામાં 7 પર્યટકોના મોત થયા છે અને 22ને બચાવી લેવાયા છે. અનેક પર્યટકોના ફસાયા હોવાની શંકા છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
સિક્કિમના (Sikkim) નાથૂ લા (Nathu La)માં બૉર્ડર વિસ્તારમાં મંગળવાર (4 એપ્રિલ)ના ભારે હિમપાત થયો છે. આ ઘટનામાં 7 પર્યટકોની મોત થઈ છે અને 11 ઈજાગ્રસ્ત થયા છે. લગભગ 80 પર્યટકોના ફસાયા હોવાની શંકા છે. સેનાના અદિકારીઓએ આ માહિતી આપી. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળક સામેલ છે. હિમપાત (Avalanche) બાદ ગંગટોકને નાથૂ લા સાથે જોડનારા 15મા મીલ જવાહરલાલ નેહરૂ માર્ગ પર બચાવ અભિયાન જાહેર છે.
બરફમાં ફસાયેલા 22 પર્યટકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. તેમણે ગંગટોકને એસટીએનએમ હૉસ્પિટલ અને સેન્ટ્રલ રેફરલ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. રસ્તા પરથી બરફ ખસેડાયા બાદ 350 ફસાયેલા પર્યટકો અને 80 વાહનોને બચાવવામાં આવ્યા.
ADVERTISEMENT
#WATCH | Rescue operation underway at 14th mile on Jawaharlal Nehru road connecting Gangtok with Nathula after an avalanche strikes the area in Sikkim
— ANI (@ANI) April 4, 2023
22 tourists who were trapped in snow have been rescued. 350 stranded tourists and 80 vehicles were rescued after snow clearance… pic.twitter.com/kkV85NFWI5
ભારત-ચીન સીમા પાસે થયું હિમપાત
હિમસ્ખલન બપોરે લગભગ 12 વાગ્યે ભારત-ચીન સીમા પાસે સ્થિત એક ઉંચા પહાડી વિસ્તાર પરથી નાથૂ લાની નજીક થયો. પહાડી વિસ્તાર સમુદ્ર તળેથી 4,310 મીટર (14,140 ફીટ)ની ઊંચાઈ પર સ્થિત છે અને આ એક પ્રમુખ પર્યટન સ્થળ છે.
આ પણ વાંચો : Navi Mumbaiમાં વધશે ટ્રાફિક જામ, મુમ્બ્રા બાયપાસ બંધ થવાની સાઇડ ઇફેક્ટ
"પર્યટક અનુમતિ વગર 15મા મીલ તરફ વળ્યા."
ચેકપોસ્ટના મહાનિરીક્ષક સોનમ તેનજિંગ ભૂટિયાએ જણાવ્યું કે પાસ માત્ર 13મા મીલ માટે જાહેર કરવામાં આવે છે, પણ પર્યટકો પરવાનગી વગર 15મા મીલ તરફ જઈ રહ્યા છે. આ ઘટના 15મા મીલમાં થઈ છે. હાલ સિક્કિમ પોલીસ, સિક્કિમના ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન, પર્યટન વિભાગના અધિકારીઓ અને વાહન ચાલકો તરફથી બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.