પાકિસ્તાનના પંજાબ પ્રાંતનાં મુખ્ય પ્રધાન મરયમ નવાઝ શરીફે દિવાળી સેલિબ્રેશનમાં હાજર રહીને કહ્યું...
મરયમ નવાઝ શરીફે દિવાળીના સેલિબ્રેશનમાં હાજરી આપીને દીવડા પ્રગટાવ્યા હતા
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં દીકરી અને પંજાબ પ્રાંતનાં મુખ્ય પ્રધાન મરયમ નવાઝ શરીફે દિવાળીના સેલિબ્રેશનમાં હાજરી આપીને દીવડા પ્રગટાવ્યા હતા. આ પ્રસંગે તેમણે હિન્દુ મહિલાઓને લઘુમતી કાર્ડ આપીને ૧૪૦૦થી લઈને ૧૫,૦૦૦ રૂપિયાની મદદનો ચેક આપ્યો હતો. તેમણે હિન્દુઓેને સંબોધતાં કહ્યું હતું કે ‘જો કોઈ લઘુમતીઓ સાથે અત્યાચાર કરશે તો હું પીડિતા સાથે અડીખમ ઊભી રહીશ. આપણે બધા પાકિસ્તાની છીએ અને દિવાળી શાંતિ, એકતા અને પ્રેમનું પ્રતીક છે. દિવાળીના દીવડા પ્રગટાવીને મને બહુ જ ખુશી થાય છે.’
લઘુમતીઓની સુરક્ષાને લઈને તેમણે પોલીસને આદેશ આપ્યો હતો કે જ્યાં પણ લઘુમતીઓને ખતરો છે ત્યાં સુરક્ષા પૂરી પાડો. તેમણે ઇસ્લામનો હવાલો આપીને કહ્યું હતું કે ઇસ્લામ આપણને લઘુમતીઓને માન આપવાનું અને તેમનું રક્ષણ કરવાનું શીખવે છે.