સોમવારે દિલ્હીના રાઉજ એવેન્યૂ કૉર્ટે એકવાર ફરી મનીષ સિસોદિયાની ન્યાયિક અટકને લંબાવી દીધી છે. આ વખતે 27 એપ્રિલ સુધી મનીષ સિસોદિયાની ન્યાયિક અટક ઈડીને આપવામાં આવી.
મનીષ સિસોદિયા (ફાઈલ તસવીર)
શરાબ નીતિ કૌભાંડની તપાસ કરતી ઈડીના કેસમાં રાઉજ એવેન્યૂ કૉર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક અટક 27 એપ્રિલ સુધી વધારી દીધી છે. શરાબ કૌભાંડ મામલે આરોપી મનીષ સિસોદિયાને કૉર્ટમાંથી ફરી એકવાર ઝટકો લાગ્યો છે. સાઉથ દિલ્હીના રાઉજ એવેન્યૂ કૉર્ટે મનીષ સિસોદિયાની કસ્ટડીને 27 એપ્રિલ સુધી લંબાવી દીધી છે. તો ઈડીએ કૉર્ટને કહ્યું કે તે આ મહિનાના અંત સુધી કેસની ચાર્જશીટ દાખલ કરી દેશે. આજે દિલ્હીના પૂર્વ ડિપ્ટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની ન્યાયિક અટક પૂરી થઈ ગઈ હતી. જેના પછી તેમને આજે ફરી એકવાર કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
દિલ્હીના કહેવાતા આબકારી નીતિ મામલે સીબીઆઈએ મનીષ સિસોદિયાને 26 ફેબ્રુઆરીના અટકમાં લીધા હતા. મનીષ સિસોદિયાની લાંબી પૂછપરછ બાદ તેમને અટકમાં લેવામાં આવ્યા હતા. મનીષ સિસોદિયા હાલ તિહાડ જેલમાં બંધ છે. ઈડી શરાબ નીતિ મામલે મની લૉન્ડ્રિંગની તપાસ કરી રહી છે. છેલ્લે 5 એપ્રિલના કૉર્ટે ઈડીને મનીષ સિસોદિયાની અટક 17 એપ્રિલ સુધી વધારી દીધી હતી. તો આ મામલે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : IRCTCનો નવો નિયમ, હવે નહીં મળે મનગમતી સીટ, લોઅર બર્થ માટે આવ્યો નવો નિયમ
ગયા રવિવારે સીબીઆઈએ અરવિંદ કેજરીવાલની લગભગ 9 કલાકની લાંબી પૂછપરછ કરી હતી. કેજરીવાલે પોતે જણાવ્યું હતું કે સીબીઆઈએ તેમના કુલ 56 પ્રશ્ન પૂછ્યા હતા અને આબકારી નીતિ સાથે જોડાયેલા દરેક નાના-મોટા પ્રશ્ન તેમને પૂછવામાં આવ્યા હતા.