સ્પેશિયલ સીબીઆઈ જજ એમ. કે. નાગપાલ કૉર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું કે સિસોદિયાની રિમાન્ડની જરૂર છે.
મનીષ સિસોદિયા (તસવીર સૌજન્ય મિડ-ડે)
દિલ્હી આબકારી નીતિ કૌભાંડ મામલે આરોપી મનીષ સિસોદિયાને (Manish Sisodia) શુક્રવારે દિલ્હીની એક કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ તેમની રિમાન્ડ માગી. સ્પેશિયલ સીબીઆઈ જજ એમ. કે. નાગપાલ કૉર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું કે સિસોદિયાની રિમાન્ડની જરૂર છે. તેમણે જણાવ્યું કે દિલ્હી આબકારી વિભાગના આલોક શ્રીવાસ્તવ અને સિસોદિયાનો સામનો કરાવવામાં આવ્યો છે.
ઈડીએ કૉર્ટને કહ્યું કે મનીષ સિસોદિયાની હજી પૂછપરછ કરવી છે, જ્યારે કેસમાં અન્ય આરોપી અરવિંદ, ગોપીકૃષ્ણ અને સંજય ગોયલની સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. તપાસ એજન્સીએ આગળ કહ્યું, "કેટલીક હકિકતો સામે આવી છે. મોબાઈલ ડેટા રિટ્રીવ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ વધારે છે... સિસોદિયાના ક્લૉડથી 1.23 લાખ ઈમેલ ડમ્પ મળ્યા છે... i Cloud ડેટા પણ રિટ્રીવ કરવામાં આવ્યો છે. આ બધાને લઈને પૂછપરછ કરવી છે."
ADVERTISEMENT
આ મામલે મનીષ સિસોદિયાના વકીલે કૉર્ટમાં કહ્યું, "અત્યાર સુધી ફક્ત 11 કલાકની જ પૂછપરછ થઈ છે 7 દિવસમાં... ફક્ત 4 જણનો સામનો કરાવવામાં આવ્યો છે." તેમણે કહ્યું કે, "શું કોઈ રૂમમાં અહીંથી ત્યાં બેસાડવું તપાસ હોય છે. કૉર્ટમાં રજૂ કરતા પહેલા તપાસ એજન્સી છેલ્લા દિવસે પૂછપરછનો દેખાડો કરે છે."
મનીષ સિસોદિયાના વકીલે પૂછ્યું, "ઈડીએ જણાવવું જોઈએ કે અત્યાર સુધી શું તપાસ કરવામાં આવી છે?" ઈડીના તપાસ અધિકારીના નિર્દેશ પર ઈડીના વકીલે મનીષના વકીલના તર્કનો વિરોધ કર્યો અને કહ્યું કે રોજ 5થી 6 કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે.
સિસોદિયાના વકીલે કહ્યું કે સીબીઆઈ દ્વારા એફઆઈઆર નોંધાવવાના થોડાક જ દિવસોમાં ઑગસ્ટ 2022માં ઈસીઆઈઆર નોંધવામાં આવ્યો, કૉમ્પ્યૂટરને જપ્ત કરી તેની તપાસ કરવામાં આવી અને બીજી એજન્સી તે પ્રક્રિયા ફરી કરવા માગે છે. સિસોદિયાના વકીલે ઈડીની રિમાન્ડ વધારવાની માગનો વિરોધ કર્યો અને કહ્યું કે શું ઈડી સીબીઆઈની પ્રૉક્સી એજન્સી તરીકે કામ કરે છે.
સિસોદિયાના વકીલે કહ્યું, "ઈડીએ જણાવવાનું રહેશે કે પ્રોસીડ ઑફ ક્રાઈમ શું થયું, એ નથી કહેવાનું કે શું ગુનો થયો? અન્ય આરોપીઓનો સામનો કરાવવા માટે રિમાન્ડની જરૂર નથી હોતી, સમન જાહેર કરીને પણ આવું કરી શકાય છે."
ઈડીએ કહ્યું કે બે જણને 18 અને 19 માર્ચના નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા છે. તપાસ એજન્સીએ જણાવ્યું કે જે ઇમેલ અને મોબાઈલ ડેટા મળ્યો છે, તેના વિશે સામનો કરાવવો છે. આ મામલે કૉર્ટે કહ્યું કે ઈમેલ જેવા ડેટાને કન્ફ્રન્ટ તો તમે જેલમાં પણ કરાવી શકો છો. આના જવાબમાં ઈડીએ કહ્યું કે તપાસ હાલ મહત્વના મોડ પર છે, જો અત્યારે ન મળી, તો બધી મહેનત બેકાર થઈ જશે અને આરોપીની પૂછપરછ સીસીટીવીની દેખરેખમાં કરાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : MQ-9 Reaper કેમ ખાસ છે આ અમેરિકન ડ્રોન જેને રશિયન જેટે મારી ટક્કર?
બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રૉઉજ એવેન્યૂ કૉર્ટે મનીષ સિસોદિયાની ઈડી રિમાન્ડ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. દિલ્હીમાં વર્ષ 2021-22 માટે બનાવવામાં આવી અને હવે રદ કરવામાં આવી ચૂકેલી આબકારી નીતિને તૈયાર કરવા અને આને લાગુ પાડવામાં કહેવાતા ભ્રષ્ટાચારના મામલે કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (સીબીઆઈ) દ્વારા 26 ફેબ્રુઆરીની ધરપકડ કર્યા બાદ સિસોદિયા હાલ ન્યાયિક અટકમાં છે.