મહિલાઓ સામે થયેલી હિંસાની ઘટનાને ભયાવહ ગણાવતાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર પાસે માગી વિગતો
સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન મણિપુરના મામલે રાજ્યસભામાં વિરોધ નોંધાવી રહેલા વિરોધ પક્ષના સંસદસભ્યો
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે મણિપુરમાં મહિલાઓને નગ્ન પરેડ કરાવવાના વિડિયોને ભયાવહ ગણાવ્યો હતો. તેમ જ અત્યાર સુધી એફઆઇઆર બાદ લેવાયેલાં પગલાંની માહિતી માગી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલાની તપાસ રાજ્યની પોલીસને નહીં આપે, કારણ કે એણે જ મહિલાઓને ટોળાઓને હવાલે કરી હતી. સુપ્રમી કોર્ટ આ મામલે કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રતિનિધિત્વ ધરાવતી અધિકારીઓની એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન કમિટી (એસઆઇટી) બનાવશે. સુપ્રીમ કોર્ટની બેન્ચે સવાલ પૂછ્યો હતો કે મહિલાઓ સાથે બનેલી ઘટનાનો વિડિયો ચોથી મેના આવ્યો હતો. મણિપુર પોલીસે આ મામલે એફઆઇઆર ૧૮ મેના નોંધ્યો હતો. શા માટે ૧૪ દિવસનો સમય લીધો હતો? પોલીસ શું કરી રહી હતી? આ મામલેની તપાસ વિગતો જાણવી છે.
ઍટર્ની જનરલ આર વેન્કટરમાણીએ આ મામલે જવાબ આપવા માટે સમય માંગ્યો હતો. જેના જવાબમાં બેન્ચે કહ્યું હતું કે બહુ સમય થઈ ગયો છે. જેમણે પોતાના પ્રિયજનોને અને ઘરોને ગુમાવ્યા છે એમના માટે તાત્કાલીક કંઈક રાહત મળે એવી પગલાની જરૂર છે. બેન્ચે રાજ્ય સરકાર પાસેથી બે જૂથો વચ્ચે થયેલી હિંસાના મામલે કેટલી ફરિયાદો નોંધવામાં આવી છે તેમજ કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. એની વિગતો માગી હતી. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી હાજર થઈને બેન્ચને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ હિંસાના કેસમાં પોતાની દેખરેખ હેઠળ તપાસ કરાવવા માંગે તો એ સામે કેન્દ્ર સરકારને કોઈ વાંધો નથી. સુપ્રીમ કોર્ટે મહિલાઓ સામે આચરવામાં આવતી હિંસાના મામલે કાર્યવાહી માટે વ્યવસ્થા ગોઠવવા માટે કહ્યું હતું.નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગઈ કાલે મણિપુરમાં મહિલાઓને નગ્ન પરેડ કરાવવાના વિડિયોને ભયાવહ ગણાવ્યો હતો. તેમ જ અત્યાર સુધી એફઆઇઆર બાદ લેવાયેલાં પગલાંની માહિતી માગી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલાની તપાસ રાજ્યની પોલીસને નહીં આપે, કારણ કે એણે જ મહિલાઓને ટોળાઓને હવાલે કરી હતી. સુપ્રમી કોર્ટ આ મામલે કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રતિનિધિત્વ ધરાવતી અધિકારીઓની એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન કમિટી (એસઆઇટી) બનાવશે. સુપ્રીમ કોર્ટની બેન્ચે સવાલ પૂછ્યો હતો કે મહિલાઓ સાથે બનેલી ઘટનાનો વિડિયો ચોથી મેના આવ્યો હતો. મણિપુર પોલીસે આ મામલે એફઆઇઆર ૧૮ મેના નોંધ્યો હતો. શા માટે ૧૪ દિવસનો સમય લીધો હતો? પોલીસ શું કરી રહી હતી? આ મામલેની તપાસ વિગતો જાણવી છે.
ADVERTISEMENT
ઍટર્ની જનરલ આર વેન્કટરમાણીએ આ મામલે જવાબ આપવા માટે સમય માંગ્યો હતો. જેના જવાબમાં બેન્ચે કહ્યું હતું કે બહુ સમય થઈ ગયો છે. જેમણે પોતાના પ્રિયજનોને અને ઘરોને ગુમાવ્યા છે એમના માટે તાત્કાલીક કંઈક રાહત મળે એવી પગલાની જરૂર છે. બેન્ચે રાજ્ય સરકાર પાસેથી બે જૂથો વચ્ચે થયેલી હિંસાના મામલે કેટલી ફરિયાદો નોંધવામાં આવી છે તેમજ કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. એની વિગતો માગી હતી. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી હાજર થઈને બેન્ચને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ હિંસાના કેસમાં પોતાની દેખરેખ હેઠળ તપાસ કરાવવા માંગે તો એ સામે કેન્દ્ર સરકારને કોઈ વાંધો નથી. સુપ્રીમ કોર્ટે મહિલાઓ સામે આચરવામાં આવતી હિંસાના મામલે કાર્યવાહી માટે વ્યવસ્થા ગોઠવવા માટે કહ્યું હતું.