મણિપુર જિલ્લાના જિરીબામ જિલ્લામાં કુકી વિદ્રોહીઓએ એક પોલીસ-સ્ટેશન પર બેઉ તરફથી હુમલો કર્યા બાદ થયેલી ગન-ફાઇટમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ ૧૧ કુકી વિદ્રોહીઓને ઠાર કર્યા હતા
પ્રતીકાત્મક તસવીર
મણિપુર જિલ્લાના જિરીબામ જિલ્લામાં કુકી વિદ્રોહીઓએ એક પોલીસ-સ્ટેશન પર બેઉ તરફથી હુમલો કર્યા બાદ થયેલી ગન-ફાઇટમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ ૧૧ કુકી વિદ્રોહીઓને ઠાર કર્યા હતા. આ વિદ્રોહીઓ પોલીસ-સ્ટેશન અને એની નજીક રહેલા રાહત-કૅમ્પને નિશાન બનાવવાના હતા, પણ CRPFના જવાનોએ વળતો પ્રતિકાર કરતાં તેઓ ઠાર થયા હતા. બે જવાનો ઘાયલ થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર છે. તેને આસામની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હુમલા બાદ વિદ્રોહીઓએ ઘરને આગ ચાંપી દીધી હતી. આ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.