Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મારું રાજ્ય સળગી રહ્યું છે, કૃપા કરીને મદદ કરો, મેરી કોમની કેન્દ્રને અપીલ

મારું રાજ્ય સળગી રહ્યું છે, કૃપા કરીને મદદ કરો, મેરી કોમની કેન્દ્રને અપીલ

04 May, 2023 03:03 PM IST | Manipur
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બોક્સર એમસી મેરી કોમે( Boxer Mary kom) ગુરુવારે મણિપુર(Manipur Clash)માં ફાટી નીકળેલી હિંસાને ડામવા માટે કેન્દ્રની મદદ માંગી છે.

ઇમ્ફાલ: ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ યુનિયન મણિપુર (એટીએસયુએમ) દ્વારા બોલાવવામાં આવેલી `આદિવાસી એકતા માર્ચ` દરમિયાન બુધવારે આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળ્યા બાદ આગની ઘટના સ્થળે લોકો. તસવીર/પીટીઆઈ

ઇમ્ફાલ: ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ યુનિયન મણિપુર (એટીએસયુએમ) દ્વારા બોલાવવામાં આવેલી `આદિવાસી એકતા માર્ચ` દરમિયાન બુધવારે આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળ્યા બાદ આગની ઘટના સ્થળે લોકો. તસવીર/પીટીઆઈ


સુપ્રસિદ્ધ બોક્સર એમસી મેરી કોમે( Boxer Mary kom) ગુરુવારે મણિપુર(Manipur Clash)માં ફાટી નીકળેલી હિંસાને ડામવા માટે કેન્દ્રની મદદ માંગી છે. બુધવારે અહીં આદિવાસી આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેના પગલે રાજ્યમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને આસામ રાઈફલ્સને મોકલવામાં આવી હતી.


હિંસાની તસવીરો ટ્વિટર પર શેર કરવામાં આવી છે



ચંદ્રક વિજેતા બોક્સરે તેના ટ્વિટર પર રાજ્યમાં ચાલી રહેલી હિંસાની તસવીરો શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ ટેગ કર્યા છે. કેન્દ્રીય મંત્રીઓને ટેગ કરતાં મેરી કોમે કહ્યું- મારું રાજ્ય સળગી રહ્યું છે, કૃપા કરીને મદદ કરો.


સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાજ્યની પોલીસ સાથે સેના અને આસામ રાઇફલ્સને રાત્રે જ રાજ્યમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દોડી આવી છે. સવાર સુધીમાં ફોર્સ બદમાશોની ધરપકડ કરવામાં સફળ રહી હતી.


આ પણ વાંચો: Jammu Kashmir:કિશ્તવાડ નજીક આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, 3 ઓફિસર હતા સવાર

કેન્દ્ર સરકાર તરફથી શાંતિ અને સુરક્ષાની અપીલ

ભારતની મહિલા બોક્સર મેરી કોમ રાજ્યસભાની સાંસદ રહી ચુકી છે. પોતાના રાજ્યમાં ફાટી નીકળેલી આ હિંસા પર પત્રકારો સાથે વાત કરતા તેમણે સરકારને શાંતિ અને સુરક્ષાની અપીલ કરી હતી. તેમણે કહ્યું- "મણિપુરમાં સ્થિતિ જોવી બિલકુલ સારી નથી. ગઈકાલે રાતથી રાજ્યમાં સ્થિતિ બગડી ગઈ છે. આ મામલે હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે તે મહત્વપૂર્ણ પગલાં લે અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા પ્રદાન કરે. હિંસામાં ઘણા લોકોએ તેમના પરિવારો ગુમાવ્યા છે. રાજ્યમાં વહેલી તકે સ્થિતિ સામાન્ય થઈ જવી જોઈએ."

મણિપુરમાં હિંસા ગંભીર બની રહી છે

ચુરાચંદપુર જિલ્લાના તોરબાંગ વિસ્તારમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (ATSUM) દ્વારા બોલાવવામાં આવેલી `આદિવાસી એકતા રેલી` દરમિયાન બુધવારે હિંસા ફાટી નીકળી હતી. ઇમ્ફાલ ખીણમાં રહેતા બિન-આદિવાસીઓની અનુસૂચિત જનજાતિ (એસટી)ની માંગના વિરોધમાં માર્ચ કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો: 9 વર્ષની દીકરી પર ગરમ દૂધ ફેંક્યું, ખોપડીનું હાડકું તૂટી ગયું, ગુરુગ્રામમાં પિતાનો અત્યાચાર

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હજારો આંદોલનકારીઓએ રેલીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન આદિવાસી અને બિન-આદિવાસીઓ વચ્ચે અથડામણ થઈ અને હિંસા સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગઈ.

હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 4000 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. વધુને વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફ્લેગ માર્ચ પણ કાઢવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2023 03:03 PM IST | Manipur | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK