5 ડિસેમ્બર 2013ના રોજ 95 વર્ષની વયે નેલ્સન મંડેલાનું નિધન થયું હતું. મંડેલાએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વાળી સરકારની બદલે એક લોકતાંત્રિક બહુજાતીય સરકાર બનાવવા માટે લાંબો સંઘર્ષ કર્યો હતો. આ આંદોલનને કારણે 27 વર્ષ સુધી તેમણે જેલમાં રહેવાની નોબત આવી હતી.
નેલ્સન મંડેલા
નેલ્સન મંડેલા ( Nelson Mandela) આજે હોત તો તેમની ઉંમર 104 વર્ષ હોત. તેમનું વ્યક્તિત્વ ખુબ જ આકર્ષક હતું. પુરૂષો સાથે સાથે મહિલાઓ પણ તેમની પ્રસંશક હતી. કેટલાક વિદ્વાનોનું માનવું હતું કે મહિલાઓ તેમને વધારે પસંદ કરતી હતી અને કેટલીક તેમને ખુબ જ ચાહતી હતી.
મંડેલા પ્રથમ એક એવા વિદેશી શખ્સ હતાં, જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાં. તેમજ નેલ્સન મંડેલાને નોબેલ શાંતિ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યાં હતા. 5 ડિસેમ્બર 2013ના રોજ 95 વર્ષની વયે નેલ્સન મંડેલાનું નિધન થયું હતું. મંડેલાએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વાળી સરકારની બદલે એક લોકતાંત્રિક બહુજાતીય સરકાર બનાવવા માટે લાંબો સંઘર્ષ કર્યો હતો. આ આંદોલનને કારણે 27 વર્ષ સુધી તેમણે જેલમાં રહેવાની નોબત આવી પડી હતી. તેમને કૅપટાઉન પાસે એક જેલમાં રાખવામાં આવ્યા હતાં. જ્યારે તે બહાર આવ્યાં ત્યારે સંપૂર્ણ જીત સાથે આવ્યાં હતા, અને તે આફ્રિકાના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતાં.
ADVERTISEMENT
જેલમાંથી બહાર આવ્યાં બાદ એક સાક્ષાત્કારમાં નેલ્સન મંડેલાએ કહ્યં હતું કે `હું આજે એ ભોજન જમીશ, જે છેલ્લા 27 વર્ષથી જમી શક્યો નથી.` અને તેમનું આ ભોજન હતું ઈન્ડિયન ચિકન કરી અને રાઈસ. જેલમાંથી છૂટ્યા પછી મંડેલા પ્રથમ રાત્રે કેપટાઉનમાં બિશપ ડેસમન્ડ ટૂટુના ઘરે રોકાયા હતા. ત્યાં જ તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેની જેલ મુક્તિને લઈ દુનિયામાં શું ચર્ચા થઈ રહી છે તે જાણવા માટે સતત રેડિયો સાંભળી રહ્યાં હતા. લોકો તેમની વિશે શું કહી રહ્યાં છે, કેવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને કેવા નિવેદનો સામે આવી રહ્યાં છે, આ બઘું જ જાણવા માંગતા હતા.
નેલ્સન મંડેલાએ ત્રણ લગ્ન કર્યા હતા
નેલ્સન મંડેલાની ત્રણ પત્નીઓ હતી. પહેલી પત્નીનું નામ એવલિન મેસ હતું. તે મંડેલાના રાજનીતિક સંરક્ષક વાલ્ટર સિસુલુની ભત્રીજી હતી. હકિકતે મંડેલાનો પરિવાર ઈચ્છતો હતો કે તે એક ગામડાની છોકરી સાથે લગ્ન કરે. પંરતુ મંડેલા તેના માટે સહમત નહોતા. તેમણે તેમની સમસ્યા સિસુલુને જણાવી, તો તેમણે ફટથી એવલિન સાથે તેમના લગ્ન કરાવી દીધા. આમ, મંડેલાના પહેલા લગ્ન 26 વર્ષની ઉંમરમાં 22 વર્ષની એવલિન સાથે થયા. ત્યાર બાદ તેમની બીજા લગ્ન વિનિફ્રેડ માડિકિજેલા સાથે થયાં હતા. જે એક સામાજીક કાર્યકર્તા હતા અને લગ્ન સમયે તે મંડેલાથી 22 વર્ષ નાના હતાં. ત્યાર બાદ નેલ્સન મંડેલાએ ગ્રાસા માશેલ સાથે લગ્ન કર્યા હતાં. ગ્રાસાના પહેલા પતિ મોજાંબિકના પૂર્વ રાષ્ટ્રપતિ સમોરા માશેલ હતાં. વર્ષ 1986માં વિમાન દુર્ઘટનામાં તેમના મોત બાદ ગ્રાસ એકલા થઈ ગયા હતાં.