આ ઘટનાનો લોકોએ ઉતારેલો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે
નોએડાના સેક્ટર ૭૪માં સુપરટેક કેપટાઉન સોસાયટીનો આ કિસ્સો છે
ઉત્તર પ્રદેશના નોએડામાં સુસાઇડ કરવા માટે બિલ્ડિંગના બારમા માળે લટકી રહેલા એક યુવાનને સ્થાનિક લોકોએ દાખવેલી તત્પરતાના કારણે બચાવી લેવામાં સફળતા મળી હતી. આ ઘટનાનો લોકોએ ઉતારેલો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. નોએડાના સેક્ટર ૭૪માં સુપરટેક કેપટાઉન સોસાયટીનો આ કિસ્સો છે. આ યુવાન આત્મહત્યા કરવા બારમા માળની પાળી પર લટકતો હતો ત્યારે સ્થાનિક નાગરિકો ત્યાં દાદરા ચડીને પહોંચી ગયા હતા અને વિવેક કુમાર અને મનોજ કુમાર નામના બે જણે તેને ખેંચી લીધો હતો અને જીવ બચાવ્યો હતો. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.