ઓડિશા ટ્રેન અકસ્માત પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યું, "કોરોમંડલ સૌથી સારી એક્સપ્રેસ ટ્રેનોમાંથી એક છે.
તસવીર સૌજન્ય પીટીઆઈ
ઓડિશા (Odisha) ટ્રેન અકસ્માત પર પશ્ચિમ બંગાળનાં (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યું, "કોરોમંડલ સૌથી સારી એક્સપ્રેસ ટ્રેનોમાંથી એક છે. આ ત્રણ વાર રેલમંત્રી રહી. મેં જે જોયું, તે 21મી શતાબ્દીની સૌથી મોટી રેલ દુર્ઘટના છે." તેમણે આની તપાસ રેલવેના સુરક્ષા આયોગ પાસે કરાવવાની માગ કરી છે. જણાવવાનું કે મમતા બેનર્જી પણ આજે બાલાસોર ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.
તેમણે કહ્યું, "આવા કેસ રેલવેના સુરક્ષા આયોગને સોંપવામાં આવે છે અને તે તપાસ કરે છે અને એક રિપૉર્ટ આપે છે." સાથે જ તેમણે આ અકસ્માત પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે જ્યાં સુધી મારી માહિતી છે તેમના પ્રમાણે, ટ્રેનમાં કોઈ અથડામણ-રોધી ઉપકરણ નહોતા. જો ડિવાઈસ ટ્રેનમાં હોત તો આ અકસ્માત ન થયો હોત. તેમણે આગળ કહ્યું કે મૃતકોને તો પાછા લાવી શકાતા નથી પણ હવે અમારું કામ બચાવ અભિયાન અને સામાન્ય સ્થિતિ જાળવવાનું છે.
ADVERTISEMENT
મમતા બેનર્જીએ કહ્યું, "આ અત્યાર સુધીનો સૌથી મોટો રેલ અકસ્માત છે. એવો અકસ્માત 1981માં પણ થયો હતો. આપણા રાજ્યના જે લોકોના આ અકસ્માતમાં મોત થયા છે તેમના પરિવારજનોને અમે 5-5 લાખ રૂપિયા આપીશું. અમે રાહત અને બચાવ કાર્યમાં રાજ્ય સરકાર અને રેલવેનો સંપૂર્ણ સહયોગ કરીશું."
સ્થિતિની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનાના સંબંધે સ્થિતિની સમીક્ષા માટે શનિવારે એક બેઠક કરી. અધિકારીઓએ આ માહિતી આપી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે અને કટકના તે હૉસ્પિટલનો પ્રવાસ કરશે, જ્યાં ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Train Crash: બાલાસોર અકસ્માતમાં ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ, આજે PM જશે ઓરિસ્સા
ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગ્લુરુ-હાવડા એક્સપ્રેસ ટ્રેનના પાટાથી ઉતરવા તેમજ એક માલગાડી સાથે અથડાવાના રેલ અકસ્માતમાં મૃતક સંખ્યા શનિવારે વધીને 261 થઈ ગઈ.