`પીએમ મોદી ઝેરી સાપ જેવા છે. તમે વિચારશો કે ઝેરી છે કે નહીં. પણ તમે ચાખી લીધું તો પછી મરી જશો.` કર્ણાટકમાં 10 મેના વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ થવાની છે. આ પહેલા ખડગેનું આ નિવેદન કૉંગ્રેસ માટે ચૂંટણી મુશ્કેલ બની શકે છે.
મલ્લિકાર્જુન ખડગે (ફાઈલ ફોટો)
કૉંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) પર વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી ઝેરી સાપ જેવા છે. તેમણે કહ્યું કે જે પણ ચાખશે, તે મરી જશે. કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, `પીએમ મોદી ઝેરી સાપ જેવા છે. તમે વિચારશો કે ઝેરી છે કે નહીં. પણ તમે ચાખી લીધું તો પછી મરી જશો.` કર્ણાટકમાં 10 મેના વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ થવાની છે. આ પહેલા ખડગેનું આ નિવેદન કૉંગ્રેસ માટે ચૂંટણી મુશ્કેલ બની શકે છે. ખડગેના નિવેદન પર ભાજપે હુમલો શરૂ કરી દીધું છે. પાર્ટીના આઈટી હેડ અમિત માલવીયએ ખડગેના નિવેદનનો વીડિયો શૅર કરતા કહ્યું કે કૉંગ્રેસની હતાશા દેખાઈ રહી છે.
અમિત માલવીયએ લખ્યું, "હવે કૉંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે પીએમ મોદી ઝેરી સાપ છે. સોનિયા ગાંધીના મોતના સોદાગરવાળી ટિપ્પણીથી જે વાત શરૂ થઈ હતી, તે ચાલુ છે. કૉંગ્રેસ સતત નીચે પડી રહી છે. કૉંગ્રેસની આ હતાશા જણાવી રહી છે કે તે કર્ણાટકમાં પોતાની જમીન ગુમાવી રહી છે." આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા આપતા કહ્યું કે મેં તો કોઈનું નામ પણ નથી લીધું. ખડગેએ કહ્યું હું કોઈના પર ખાનગી હુમલો નથી કરતો. મેં ભાજપને સાપ જેવા કહ્યા છે.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ ખડગેના નિવેદન પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેને કૉંગ્રેસના અધ્યક્ષ તો બનાવી દીધા છે, પણ તેમનું કોઈ સાંભળતું નથી. આથી તેમને એવું લાગે છે કે કંઈક એવું બોલું કે સોનિયા ગાંધીથી પણ આગળ નીકળી જાઉં. તેમણે કહ્યું કે કૉંગ્રેસમાંથી કોઈક કહે છે કે મોદી તેરી કબ્ર ખોદાશે અને ક્યારેક તેમને સાપ કહેવામાં આવે છે. પીએમ મોદી વિરુદ્ધ આ પ્રકારની ભાષા કૉંગ્રેસ માટે જ કબર ખોદનારા છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે તમારા નેતા તો વિદેશી તાકતની સાથે ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે અને તેની પાસેથી મદદ માગે છે. પછી ભારતમાં દેશના સૌથી લોકપ્રિય નેતા વિરુદ્ધ વાંધાજનક ભાષણ આપે છે. કૉંગ્રેસની સ્થિતિ પાણીવગરની માછલી જેવી હોય છે. તે સત્તા માટે વલખા મારે છે અને હતાશામાં આવા નિવેદન આપવામાં આવે છે.
આ પણ વાંચો : ‘મન કી બાત’એ લોકો સાથે કઈ રીતે જોડાવું જોઈએ એ શીખવાડ્યું : આમિર ખાન
ભાજપને હાથે ચડ્યો મુદ્દો, ચૂંટણીમાં ઘેરાશે કૉંગ્રેસ?
મલ્લિકાર્જુન ખડગેનું આ નિવેદન ભાજપને ચૂંટણીમાં એક મુદ્દો બની શકે છે. ભાજપે રાજ્યમાં બસવરાજ બોમ્મઈ સહિત કોઈપણ નેતાને પોતાના સીએમ ફેસ નથી બનાવ્યા. તે ચૂંટણીને કૉંગ્રેસ વર્સિસ મોદી જ રાખવા માગે છે. એવામાં મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન ભાજપને સરળતાથી એક મુદ્દો પકડાવવા જેવું છે. હવે ભાજપ તરફથી આખી ચૂંટણીને મોદીના અપમાન સાથે જોડી શકાય છે અને આગામી દિવસોમાં કૉંગ્રેસ આ મામલે જ ઘેરાયેલી જોવા મળે તો એમાં કોઈ ચોંકાવનારી બાબત નહીં હોય.