આ અવસરે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક વર્ષો જૂની પરંપરાને આજે તોડી પાર્ટી સ્થાપના દિવસના અવસરે મલ્લિકાર્જુન ખડગે આજે મુંબઈ આવ્યા.
Congress Foundation day
તસવીર સૌજન્ય પીટીઆઈ
કૉંગ્રેસના (Congress) નવા બનેલા પ્રેસિડેન્ડ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે પાર્ટીના 138મા સ્થાપના દિવસના અવસરે કહ્યું કે જનતા વધતી મોંઘવારી અને બેરોજગારીથી હેરાન છે. જો કે, કેન્દ્ર સરકારને આ વાતોમાં સહેજ પણ રસ નથી. બીજી તરફ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની સફળતા અને લોકોના ભારે જનસમર્થનથી વિપક્ષી પાર્ટીઓ ખૂબ જ નર્વસ છે. તેમણે કહ્યું કે દેશની મૂળ ભાવના અને સિદ્ધાંતો પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. દેશમાં નફરત ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે જનતા મોંઘવારી અને બેરોજગારીથી હેરાન છે જ્યારે સરકારનું આ તરફ સહેજ પણ ધ્યાન નથી. ખડગેએ લોકોને ભારત જોડો યાત્રામાં વધુ સંખ્યામાં સામેલ હોવાની અપીલ કરી છે. આ અવસરે પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi) અને પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત અન્ય નેતાઓએ દિલ્હી સ્થિત એઆઇસીસી (AICC)ની ઑફિસ પર પાર્ટી સ્થાપના દિવસમાં હાજરી આપી. જો કે, આ અવસરે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક વર્ષો જૂની પરંપરાને આજે તોડી પાર્ટી સ્થાપના દિવસના અવસરે મલ્લિકાર્જુન ખડગે આજે મુંબઈ આવ્યા.
જણાવવાનું કે ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપના 137 વર્ષ પહેલા 28 ડિસેમ્બર 1885ના ત્યારે બૉમ્બે અને અત્યારના મુંબઈ શહેરમાં થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી 28 ડિસેમ્બરના પાર્ટી પોતાનો ફાઉન્ડેશન ડે ઉજવે છે. આ કાર્યક્રમ હંમેશા દિલ્હી હેડ ક્વૉર્ટરમાં ઉજવવામાં આવે છે. જ્યાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પાર્ટીનો ઝંડો ફરકાવે છે. મલ્લિકાર્જુન ખડગે 37 વર્ષ બાદ આ જૂની પ્રથા તોડતા મુંબઈ પહોંચ્યા. જ્યાં તેમણે મુંબઈમાં પાર્ટી ફાઉન્ડેશન ડેના કાર્યક્રમમાં સામેલ થઈને પહેલીવાર પાર્ટીને 24 વર્ષમાં કોઈ નૉન ગાંધી અધ્યક્ષ મળ્યા છે. આ પહેલા 1998 સોનિયા ગાંધી અને 2017માં રાહુલ ગાંધીને કૉંગ્રેસના પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : ૫૬ ઇંચની છાતીને ખડગેએ આપ્યો પડકાર તો સામેથી થયો પ્રતિકાર
2019ની હાર બાદ છોડ્યું પદ
રાહુલ ગાંધીએ વર્ષ 2019માં થયેલી લોકસભા ચૂંટણીમાં હાર્યા બાદ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. જેના પછી ખડગેને વર્ષ 2022ના ઑક્ટોબર મહિનામાં પાર્ટીના પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા. અધ્યક્ષ નિયુક્ત થયા બાદ મલ્લિકાર્જુન ખડગેએ દરેક અવસરે પાર્ટીના વર્કરો, પદાઝિતારીઓ સાથે મુલાકાતનો સિલસિલો શરૂ કર્યો છે. આ મુલાકાત કોઈપણ અપૉઈન્મેન્ટ વગરની હોય છે. આમ કરીને ખડગે કૉંગ્રેસના કાર્યકર્તા અને પદાધિકારીઓને ચકાસવામાં લાગેલા છે. ગાર્ગીના કાર્યભાર લીધા બાદ એક તરફ પાર્ટીએ જ્યાં ગુજરાત ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો તો હિમાચલ પ્રદેશમાં જીતનો સ્વાદ પણ ચાખવા મળ્યો છે. પાર્ટીના ફાઉન્ડેશન ડે પર કાર્યર્તાઓ પદાધિકારીઓને મલીને ખડગે તેમનામાં જોશ ભરવા અને નવા સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.