મકરસંક્રાન્તિના શુભ અવસરે કટરાસ્થિત માતા વૈષ્ણોદેવીધામમાં મંદિરની જૂની પ્રાકૃતિક ગુફા માઈભક્તો માટે ખોલવામાં આવી હતી અને આશરે ૧૭,૦૦૦ ભાવિકોએ આ ગુફા દ્વારા માતાનાં દર્શન કર્યાં હતાં
વૈષ્ણોદેવી મંદિરમાં પ્રાકૃતિક ગુફા ખોલવામાં આવી
મકરસંક્રાન્તિના શુભ અવસરે કટરાસ્થિત માતા વૈષ્ણોદેવીધામમાં મંદિરની જૂની પ્રાકૃતિક ગુફા માઈભક્તો માટે ખોલવામાં આવી હતી અને આશરે ૧૭,૦૦૦ ભાવિકોએ આ ગુફા દ્વારા માતાનાં દર્શન કર્યાં હતાં. જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી જિલ્લામાં ત્રિકુટા પર્વત પર સ્થિત માતારાનીના ધામમાં શિયાળામાં જ્યારે પણ ૧૦,૦૦૦થી ઓછા ભાવિકો આવે છે ત્યારે સુવર્ણજડિત પ્રાકૃતિક ગુફા દ્વારા ભક્તોને માતાનાં દર્શન કરવા દેવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ૨૦૨૫ની શરૂઆતથી મકરસંક્રાન્તિ સુધીમાં આશરે ૧.૫૦ લાખ ભાવિકોએ ગુફા-મંદિરનાં દર્શન કર્યાં છે. રોજ ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ ભાવિકો કટરા પહોંચે છે. ૨૦૨૪માં ૯૪.૮૩ લાખ માઈભક્તો વૈષ્ણોદેવીધામમાં દર્શન માટે આવ્યા હતા.