ઈ-રિક્ષામાં બેડની વ્યવસ્થા અને બીજી સુવિધા પણ ઉપલબ્ધ છે.
ઈ-રિક્ષાબાબા
મહાકુંભમાં હાજરી આપવા માટે ઈ-રિક્ષાબાબા તરીકે જાણીતા મહંત ઓમ ગઈ કાલે દિલ્હીથી ૧૩ દિવસની સફર કરીને પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેમની આ થ્રી-વ્હીલર ઑટોરિક્ષા કસ્ટમાઇઝ્ડ છે અને એ ધીમી સ્પીડે ચાલતી હોવાથી તેમને દિલ્હીથી પ્રયાગરાજ સુધીનું અંતર કાપવામાં આટલા દિવસ લાગ્યા હતા. લાંબું અંતર કાપવામાં પરેશાની ન થાય એ માટે આ ઈ-રિક્ષામાં બેડની વ્યવસ્થા અને બીજી સુવિધા પણ ઉપલબ્ધ છે. આ પ્રવાસ વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે રિક્ષા એ ધીમી સ્પીડથી દોડતું વાહન છે એટલે એમાં આરામદાયક લાંબી મુસાફરી માટે થોડી સુવિધા ઉમેરવામાં આવી છે.