પ્રયાગરાજમાં આવતા વર્ષે શરૂ થનારા મહાકુંભ મેળા પહેલાં આજે દેવઊઠી એકાદશીની પૂર્વસંધ્યાએ ગઈ કાલે યમુના નદીના કાલિંદી ઘાટ પર કાલિંદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
યમુના નદીના કાલિંદી ઘાટ પર કાલિંદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
પ્રયાગરાજમાં આવતા વર્ષે શરૂ થનારા મહાકુંભ મેળા પહેલાં આજે દેવઊઠી એકાદશીની પૂર્વસંધ્યાએ ગઈ કાલે યમુના નદીના કાલિંદી ઘાટ પર કાલિંદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સવા લાખ દીવડાઓથી ઘાટ ઝગમગી ઊઠ્યા હતા.
શ્રી પંચ દશનામ જૂના અખાડાના સંરક્ષક શ્રી દત્તાત્રેય સેવા સમિતિની અધ્યક્ષતામાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં તમામ અખાડાના સાધુ, સંતો અને કુંભમેળા પ્રશાસનના અધિકારીઓએ ભાગ લીધો હતો. જૂના અખાડાના ગિરિ ઘાટ પર સવા લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. સવા લાખ દીવાનું દીપદાન પણ કરવામાં આવ્યું હતું. આ માટે ૩૨ હોડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. નદીમાં દીવાઓની રોશની અલૌકિક દેખાતી હતી. આ ઘાટનું ૧.૨ કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે.