૨૦૨૫ના જાન્યુઆરીમાં સંગમ નગરી પ્રયાગરાજમાં થનારા મહા કુંભમેળાની જૂના અખાડાના સાધુઓના નગરપ્રવેશ સાથે ઔપચારિક શરૂઆત થઈ ગઈ છે. જૂના અને કિન્નર અખાડાના અનેક સંત-મહાત્માઓ પ્રયાગરાજ પહોંચી ગયા છે.
લાઇફ મસાલા
બાબાનું સાચું નામ પુનિત કૃષ્ણ જેટલી છે
૨૦૨૫ના જાન્યુઆરીમાં સંગમ નગરી પ્રયાગરાજમાં થનારા મહા કુંભમેળાની જૂના અખાડાના સાધુઓના નગરપ્રવેશ સાથે ઔપચારિક શરૂઆત થઈ ગઈ છે. જૂના અને કિન્નર અખાડાના અનેક સંત-મહાત્માઓ પ્રયાગરાજ પહોંચી ગયા છે. એવામાં એક ખાસ બાબા સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમના ગળામાં મોટું ‘પાગલ બાબા’ લખેલું લૉકેટ લટકે છે અને તેમના એક બાવડા પર ‘પાગલ’ શબ્દનું ટૅટૂ પણ છે. બાબાનું સાચું નામ પુનિત કૃષ્ણ જેટલી છે અને બાળપણથી જ તેઓ ભગવાન ભોલેના ભક્ત રહ્યા છે. કાશીના મણિકર્ણિકા તીર્થમાં રહેતા આ બાબાને ‘પાગલ’નું બિરુદ વૃંદાવનવાળા ‘પાગલ બાબા’એ આપ્યું છે. ૨૦૧૨માં તેઓ બાબા ખાટૂ શ્યામના મેળામાં ભજન ગાઈ રહ્યા હતા ત્યારે વૃંદાવનના બાબાએ આ નામકરણ કરેલું. તેમને કોઈ પાગલ કહે એમાં જરાય ખોટું નથી લાગતું એનું કારણ આપતાં તેઓ કહે છે, ‘મારા ગુરુનું કહેવું હતું કે જિસને સબકુછ પા લિયા વહ પાગલ હો ગયા.’