નિક પ્રશાસન પીડિતોની તમામ પ્રકારની સંભવિત મદદ પહોંચાડી રહ્યું છે. આ મુદ્દે મેં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી છે અને લગાતાર હું રાજ્ય સરકારના સંપર્કમાં છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
પ્રયાગરાજમાં થયેલી નાસભાગ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયામાં ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે ‘પ્રયાગરાજ મહાકુંભમાં જે દુર્ઘટના થઈ છે એ અત્યંત દુખદ છે. એમાં જે શ્રદ્ધાળુઓએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. એની સાથે જ હું તમામ ઘાયલો જલદી સાજા થઈ જાય એવી કામના કરું છું. સ્થાનિક પ્રશાસન પીડિતોની તમામ પ્રકારની સંભવિત મદદ પહોંચાડી રહ્યું છે. આ મુદ્દે મેં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી છે અને લગાતાર હું રાજ્ય સરકારના સંપર્કમાં છું.’
ADVERTISEMENT
સરસ્વતી પૂજાની તૈયારી
ગઈ કાલે અમ્રિતસરમાં સરસ્વતી દેવીની મૂર્તિઓને આખરી ઓપ આપતાં કલાકારો. બીજી ફેબ્રુઆરીએ વસંત પંચમી છે અને એ દિવસે થતી સરસ્વતી પૂજા માટે આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે.

