Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સંગમમાં ડૂબકી લગાવ્યા વિના જ લૉરેન પૉવેલ જૉબ્સ ભુતાન જવા રવાના થઈ ગઈ, પ્રાકૃતિક વાતાવરણમાં થોડા દિવસ વિતાવશે

સંગમમાં ડૂબકી લગાવ્યા વિના જ લૉરેન પૉવેલ જૉબ્સ ભુતાન જવા રવાના થઈ ગઈ, પ્રાકૃતિક વાતાવરણમાં થોડા દિવસ વિતાવશે

Published : 18 January, 2025 09:28 AM | IST | Prayagraj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રૉયલ ભુતાન ઍરલાઇન્સની ડ્રુક ઍરની ફ્લાઇટ પૉવેલ અને તેના સાથીઓને લઈને ભુતાન જવા રવાના થઈ હતી. ભુતાનમાં તે થોડા દિવસ રહેશે.

સ્ટીવ જૉબ્સની અબજપતિ પત્ની લૉરેન

સ્ટીવ જૉબ્સની અબજપતિ પત્ની લૉરેન


પ્રયાગરાજના મહાકુંભમાં ત્રિવેણીના સંગમતટે આસ્થાની ડૂબકી લગાવવા માટે આવેલી ઍપલના સ્થાપક દિવંગત સ્ટીવ જૉબ્સની અબજપતિ પત્ની લૉરેન સંગમમાં ડૂબકી લગાવ્યા વિના જ ભુતાન જવા રવાના થઈ ગઈ હતી. તેના હાથમાં ઍલર્જી થઈ હતી અને તેણે કલ્પવાસ પણ અડધેથી છોડી દીધો હતો. ત્રણ દિવસ સુધી તે તેના ગુરુ નિરંજની અખાડાના સ્વામી કૈલાશાનંદગિરિના આશ્રમમાં સંન્યાસિનીરૂપે રહી હતી. બાબાએ તેને કમલા નામ આપ્યું હતું. તે કલ્પવાસી મહિલાઓ સાથે શિબિરમાં ઢોલના તાલે ઝૂમતી પણ જોવા મળી હતી.


જોકે તે પ્રવાસ અડધેથી છોડીને ભુતાન જતી રહી છે. પ્રયાગરાજના બમરૌલી ઍરપોર્ટ પર ૯૩ વર્ષ બાદ પહેલી વાર ઇન્ટરનૅશનલ ફ્લાઇટ ઊતરી હતી. રૉયલ ભુતાન ઍરલાઇન્સની ડ્રુક ઍરની ફ્લાઇટ પૉવેલ અને તેના સાથીઓને લઈને ભુતાન જવા રવાના થઈ હતી. ભુતાનમાં તે થોડા દિવસ રહેશે.



જોકે એક રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તે ૨૦ જાન્યુઆરી પહેલાં વૉશિંગ્ટન પહોંચી જશે અને ડોનલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે.


પ્રયાગરાજના ઍરપોર્ટ પરથી ૧૯૩૨ સુધી લંડનની સીધી ફ્લાઇટ ઊડતી હતી. ૧૯૧૯માં આ ઍરપોર્ટની શરૂઆત થઈ હતી. ૧૯૩૨ સુધી આ ફ્લાઇટ્સ કાર્યરત હતી. સ્પીડબર્ડ ઍરલાઇન્સનાં વિમાનો પ્રયાગરાજ-લંડન વચ્ચે ઊડતાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2025 09:28 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK