Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મહાકુંભ મેળા ૨૦૨૫: પ્રયાગરાજમાં મહાકુંભ મેળા માટે તૈયારીઓ શરૂ- સુરક્ષા, સુવિધા અને સુંદરતાનો સમન્વય થશે

મહાકુંભ મેળા ૨૦૨૫: પ્રયાગરાજમાં મહાકુંભ મેળા માટે તૈયારીઓ શરૂ- સુરક્ષા, સુવિધા અને સુંદરતાનો સમન્વય થશે

Published : 24 November, 2024 03:08 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Maha Kumbh Mela 2025: આ વર્ષના એટલે કે મહાકુંભ 2025માં દેશ-વિદેશથી 45 કરોડ શ્રદ્ધાળુઓ આવશે એવી ધારણા છે.

કુંભ મેળો

કુંભ મેળો


ભારતમાં મહાકુંભ મેળા (Maha Kumbh Mela 2025)નું ખૂબ જ મહત્વ રહેલું છે. વર્ષ 2025માં મહાકુંભ મેળો પ્રયાગરાજમાં યોજાશે. અને તમને કહી દઈએ કે આ વખતના કુંભમેળાનું આયોજન વિશેષ માનવામાં આવી રહ્યું છે. 12 વર્ષે એકવાર યોજાનાર આ મેળાનું મહાત્મ્ય પણ ઘણું છે. દેશમાં ચાલી રહેલા અમૃતકાળને ધ્યાનમાં રહીને યુપી સરકાર પૂરા પ્રયત્નમાં લાગી ગઈ છે 


ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી 26 ફેબ્રુઆરી 2025 સુધી મહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે. આ વર્ષના એટલે કે મહાકુંભ 2025માં દેશ-વિદેશથી 45 કરોડ શ્રદ્ધાળુઓ આવશે એવી ધારણા છે.



12 કિ.મીમાં ફેલાયેલા ઘાટને આધુનિક સુવિધાથી સજ્જ કરાશે 


Maha Kumbh Mela 2025: તમને જણાવી દઈએ કે સંગમનગરી પ્રયાગરાજમાં નવાં વર્ષની શરૂઆતમાં મહાકુંભ યોજાશે.  વળી, ખાસ વાત તો એ છે કે આ વર્ષના મહાકુંભને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ સરકાર ભવ્ય અને દિવ્ય બનાવવા માટે તૈયાર થઈ ગઈ છે. આ માટે જ વિશ્વ કક્ષાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે ₹2,600 કરોડનું જંગી બજેટ સુદ્ધાં ફાળવવામાં આવ્યું છે. તે અનુસાર અહીં નવાં બાંધકામ, સમારકામ, ભીડ વ્યવસ્થાપન, ટ્રાફિક અને સુરક્ષાને લગતા 6,000 પ્રોજેક્ટ્સ પર કામગીરી ચાલી રહી છે. એટલું જ નહીં સંપૂર્ણ વિસ્તારને 25 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે. 40,000 હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા દરેક સેક્ટરમાં કૅમ્પ, ઓફિસ, કમ્યુનિટી એરિયા તેમજ આરોગ્ય, સ્વચ્છતા અને સલામતીને લગતી જરૂરી સુવિધાઓ ફાળવવામાં આવશે. 12 કિ.મીમાં ફેલાયેલા ઘાટને ભક્તો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.

ક્યાંથી ક્યાં સુધી ચાલશે આ મહાકુંભ ૨૦૨૫? 


આ વર્ષે  મહાકુંભ (Maha Kumbh Mela 2025) પોષ પૂર્ણિમા એટલે કે 13 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને તેનું મહાશિવરાત્રિ એટલે કે 26મી ફેબ્રુઆરીએ સમાપન થવાનું છે. મહાકુંભ 2025માં શાહી સ્નાનની 6 તારીખ હશે, જેમાં સાધુ-સંતોના અખાડા સદીઓ જૂની ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ શકશે. અત્યારે જ્યારે દેશમાં અમૃત કાળ ચાલી રહ્યો છે ત્યારે મહાકુંભ 2025નું આયોજન વિશેષ બની રહેશે. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પ્રતિબિંબિત કરવામાં આ મહાકુંભ મહત્વનો ભાગ ભજવવાનો છે. 

મહાકુંભ 2025માં સુરક્ષા, સુવિધા અને સ્વચ્છતાની સાથે સુંદરતા માટે પણ મિશન મોડમાં કામગીરી થઈ રહી છે. વિવિધ સ્થળોએ ગ્રીન બેલ્ટ, બાગાયત, થીમેટિક ડેવલપમેન્ટ સહિતના સેંકડો સ્તંભ પણ સ્થાપિત કરાઇ રહ્યાં છે.

તો AI અને ચૅટબોટનો પણ ઉપયોગ કરાશે? એ કઈ રીતે?

તમને જણાવી દઈએ કે આ વર્ષે થનાર મહાકુંભ 2025 "ડિજિટલ" કુંભ અને "ગ્રીન" કુંભના મૂલ્યોને પ્રોત્સાહન આપશે. પરંપરાની સાથોસાથ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભક્તોની સુરક્ષા તેમજ સુવિધા વધારવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. કરવામાં આવી રહ્યો છે. મહાકુંભ 2025માં AI અને ચૅટબોટ જેવી આધુનિક ટેક્નોલોજીની મદદથી શ્રદ્ધાળુઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

મેળા (Maha Kumbh Mela 2025) વહીવટીતંત્રના અનુમાન મુજબ મહાકુંભ 2025માં દેશ-વિદેશથી 45 કરોડ શ્રદ્ધાળુઓ આવશે, એવું અનુમાન છે. મુલાકાતીઓની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર મહાકુંભની તૈયારીઓમાં કોઈ કસર બાકી રાખવા માગતી નથી.  આ આયોજનમાં સુરક્ષા અને સરળ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે પ્રયાગરાજમાં ગોવા, કોલકાતા, મહારાષ્ટ્ર સહિત દેશના ટોચના વોટર પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

24 November, 2024 03:08 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK