અરૈલમાં પરમાર્થ આશ્રમ નિકેતનમાં સ્વામી ચિદાનંદ સરસ્વતી અને કથાવાચક મોરારિબાપુ સહિત અનેક સાધુ-સંતોને મળ્યા હતા
મહાકુંભમાં મોરારિબાપુને મળ્યા યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગઈ કાલે મહાકુંભ ક્ષેત્રમાં પહોંચ્યા હતા અને તેઓ અરૈલમાં પરમાર્થ આશ્રમ નિકેતનમાં સ્વામી ચિદાનંદ સરસ્વતી અને કથાવાચક મોરારિબાપુ સહિત અનેક સાધુ-સંતોને મળ્યા હતા. તેઓ શંકરાચાર્ય અને અન્ય સંતોને મળ્યા હતા અને મૌની અમાવસ્યાના દિવસની તૈયારીઓ માટે તેમનાં સૂચનો મેળવ્યાં હતાં.