કુંભમેળો વક્ફ બોર્ડની પ્રૉપર્ટી પર યોજાઈ રહ્યો હોવાનો દાવો
પ્રતીકાત્મક તસવીર
પ્રયાગરાજમાં જ્યાં મહાકુંભમેળાનું આયોજન થઈ રહ્યું છે એમાંની ૫૪ વીઘાં જમીન પર વક્ફ બોર્ડે દાવો માંડ્યો છે. તેમનું કહેવું છે કે વક્ફની જમીન પર કુંભમેળો યોજાઈ રહ્યો છે. જોકે અત્યાર સુધી આવો દાવો કરવામાં આવ્યો નથી, પણ જ્યારે કુંભમેળો શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે આવો દાવો હિન્દુ સમાજને પરેશાન કરવા માટે કરવામાં આવી રહ્યો હોવાનું માનવામાં આવે છે. કુંભમેળા ક્ષેત્રમાં મુસ્લિમોની એન્ટ્રી પર રોકને કારણે પણ આમ થઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે.
શું છે દાવો?
ADVERTISEMENT
સ્થાનિક મુસ્લિમ સરતાજે દાવો કરતાં કહ્યું છે, ‘ધર્મક્ષેત્રમાં મહાકુંભનું આયોજન થાય છે એ જમીન વક્ફની સંપત્તિ છે, જે જમીન પર સંતોના અખાડા લાગ્યા છે એ વક્ફની સંપત્તિ છે. કુલ ૫૪ વીઘાં જમીન વક્ફની સંપત્તિ છે, પ્રયાગરાજના ઝૂંસીમાં ૫૪ વીઘાં જમીન વક્ફની સંપત્તિ છે.’
આખો મેળો ૨૫ સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યો છે. એમાંથી ૧૪ સેક્ટર ઝૂંસીમાં આવે છે. પ્રયાગરાજ અને ઝૂંસી વચ્ચે ૯ કિલોમીટરનું અંતર છે. પ્રયાગરાજની કે. સી. પંત ઇન્સ્ટિટ્યૂટને પણ વક્ફની પ્રૉપર્ટી ગણાવવામાં આવી છે.
આ દાવાઓ સાથે કહેવામાં આવ્યું છે કે આ વક્ફની સંપત્તિ હોવાથી એના પર મુસ્લિમોની એન્ટ્રી રોકવામાં આવે નહીં.
શા માટે થાય છે દાવો?
શું ખરેખર વક્ફની પ્રૉપર્ટી પર કુંભમેળાનું આયોજન થઈ રહ્યું છે? મહાકુંભ દુનિયાના કરોડો સનાતનીઓનું આસ્થાનું કેન્દ્ર છે. આ એ આયોજન છે જ્યાં સંસારભરમાંથી સાધુ-સંતો પહોંચશે અને તેથી એના પર મુસ્લિમોએ દાવો ઠોકી દીધો છે.
દાવા સામે ઊભા થતા સવાલ
મહાકુંભ વખતે આવા દાવા કરવામાં આવે તો સામે સવાલ પણ ઉપસ્થિત થાય છે. જો આ સંપત્તિ વક્ફની છે તો મહાકુંભને લઈને વક્ફ બોર્ડે એનો વિરોધ શા માટે નોંધાવ્યો નહીં?
જો આ સંપત્તિઓ પર વક્ફનો માલિકીનો અધિકાર છે તો દાવા કરનારા લોકોએ કોઈ પાકા પુરાવા કે દસ્તાવેજ શા માટે રજૂ કર્યા નથી?
મુખ્ય મુદ્દો મુસ્લિમોની નો એન્ટ્રીનો
આવા દાવા કરવા પાછળ મુખ્ય મુદ્દો કુંભમેળા પરિસરમાં મુસ્લિમોની નો એન્ટ્રીનો છે. મુસ્લિમોને દુકાનો
લગાવવા દેવામાં આવી નથી. શું
તેઓ કુંભમેળામાં વેપાર કરવા ઇચ્છતા હતા? સાધુ-સંતોએ પણ મહાકુંભમાં મુસ્લિમોને એન્ટ્રી આપવા સામે રોક લગાવી છે. તેમનું કહેવું છે કે જ્યારે આયોજન સનાતની લોકોનું છે તો એમાં આસ્થા ન ધરાવતા લોકોએ શા માટે ત્યાં આવવું છે?