એક રાત રહેવાનો ખર્ચ ૧.૧૦ લાખ રૂપિયા : કુંભમેળાનો ૩૬૦ ડિગ્રી વ્યુ મળશે
ડોમ સિટી
૧૩ જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરૂ થઈ રહેલા કુંભમેળામાં આ વખતે આધુનિકતા અને પરંપરાના અદ્ભુત સંગમનો નઝારો જોવા મળશે જ્યાં ૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે દેશની પહેલી ડોમ સિટી બાંધવામાં આવી રહી છે. આ ડોમ સિટી હિલ સ્ટેશન જેવો અનુભવ કરાવશે અને એમાં તમામ આધુનિક સુવિધા ઉપલબ્ધ હશે.
આ ડોમ સિટી અરૈલ વિસ્તારમાં સવાત્રણ હેક્ટર જગ્યામાં બાંધવામાં આવી છે. તમામ ડોમ પૉલીકાર્બોનેટ શીટમાંથી તૈયાર થશે જે ફાયરપ્રૂફ અને બુલેટપ્રૂફ રહેશે. ડોમ સિટી ૧૫થી ૧૮ ફુટની ઊંચાઈ પર બાંધવામાં આવશે અને ત્યાંથી કુંભમેળાનો ૩૬૦ ડિગ્રી વ્યુ જોવા મળશે.
ADVERTISEMENT
આ સિવાય ડોમ સિટીમાં ૧૭૬ લક્ઝરી કૉટેજ પણ બાંધવામાં આવશે જેમાં તમામ પ્રકારની સુવિધા મળી રહેશે.
ડોમ સિટીમાં રહેવાનો ખર્ચ પણ મોંઘો છે. શાહી સ્નાનના પર્વના દિવસોમાં એનો ચાર્જ ૨૪ કલાકના ૧.૧૦ લાખ અને બીજા દિવસોમાં ૮૧,૦૦૦ રૂપિયા રહેશે. લક્ઝરી કૉટેજમાં સ્નાન પર્વના દિવસોમાં ચાર્જ ૮૧,૦૦૦ અને સામાન્ય દિવસોમાં ૪૧,૦૦૦ રૂપિયા રહેશે. આનું ઑનલાઇન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.