Maha Kumbh 2025: સચિન મોદીએ મહાકુંભમાં પોતાના મિત્રો સાથે કબીરના ભજનો ગાતો જોવા મળી રહ્યો છે. સચિન મોદીએ એક સામાન્ય પરિવારની જેમ મહાકુંભમાં ભાગ લીધો હતો. વીડિયોમાં વડા પ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી પણ સચિન સાથે જોવા મળી રહ્યા છે.
મહાકુંભમાં પહોંચ્યા PM મોદીના ભાઈ પંકજ અને ભત્રીજો સચિન (તસવીર: મિડ-ડે)
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળા 2025માં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજા સચિન મોદી પણ તેના મિત્રો સાથે અહીં પહોંચ્યો અને મહાકુંભના આસ્થાના રંગોમાં ડૂબી ગયો. સચિન મોદી તેના મિત્રો સાથે મહાકુંભમાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સચિનના આ બન્ને મિત્રો CA છે. સચિન મોદીએ મહાકુંભમાં પોતાના મિત્રો સાથે કબીરના ભજનો ગાતો જોવા મળી રહ્યો છે. સચિન મોદીએ એક સામાન્ય પરિવારની જેમ મહાકુંભમાં ભાગ લીધો હતો. વીડિયોમાં વડા પ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી પણ સચિન સાથે જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, સચિન મોદી તેના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો સાથે મહાકુંભના વાતાવરણનો આનંદ માણતો જોવા મળી રહ્યો છે. વડા પ્રધાનના પરિવાર સાથે સંબંધિત હોવા છતાં, સચિન મોદીએ એક સામાન્ય ભક્ત તરીકે મહાકુંભમાં ભાગ લીધો હતો. વડા પ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. મહાકુંભમાં સચિન મોદી અને તેમના મિત્રોની આ ભક્તિ શૈલી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
ADVERTISEMENT
આ વખતે મહાકુંભમાં ભાગ લેવા માટે ગુજરાતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. તેમાંથી, સચિન મોદીએ તેના પરિવાર અને મિત્રો સાથે પ્રયાગરાજમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયો ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. સચિન મોદી `શ્રી રામ સખા મંડળ` નામના જૂથનો સભ્ય છે. સચિન મોદીએ તેના મિત્રો સાથે કબીરના ભજનોનો આનંદ માણ્યો હતો. આ જૂથ દર શનિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ સ્થળોએ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. આ જૂથમાં ડૉક્ટર, એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા વ્યવસાયોના લોકોનો સમાવેશ થાય છે. શ્રી રામ સખા મંડળ સાથે સેંકડો યુવાનો જોડાયેલા છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીના 5 ભાઈઓ અને એક બહેન છે. પીએમ મોદી પિતા દામોદરદાસ મોદી અને માતા હીરાબેનના ત્રીજા સંતાન છે. પીએમના નાના ભાઈ પંકજ માહિતી વિભાગમાંથી નિવૃત્ત થયા છે. તેની માતા હીરાબેન પંકજ સાથે રહેતા હતા. આ સાથે પીએમ મોદીએ કુંભમેળા બાબતે વાતચીત કરી હતી. આજે `મન કી બાત`માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ત્રિવેણી કિનારે આયોજિત મહાકુંભની મુખ્ય ચર્ચા કરી.
તેમણે કહ્યું કે, ‘મહાકુંભની શુભ શરૂઆત થઈ ગઈ છે. એક અવિસ્મરણીય ભીડ, એક અકલ્પનીય દૃશ્ય અને સમાનતા અને સંવાદિતાનો અસાધારણ સંગમ દૃશ્યમાન છે. આ વખતે કુંભમાં ઘણા દિવ્ય યોગો બની રહ્યા છે. આ તહેવાર વિવિધતામાં એકતાનો છે. સંગમની રેતી પર ફક્ત ભારતભરમાંથી જ નહીં પરંતુ દુનિયાભરમાંથી લોકો એકઠા થઈ રહ્યા છે. હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરામાં ક્યાંય પણ ભેદભાવ કે જાતિવાદ પાળવામાં આવતો નથી.’ તેમણે ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો કે મહાકુંભમાં યુવાનોની મોટી ભાગીદારી જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, ‘જ્યારે યુવા પઢી પોતાની સભ્યતા સાથે ગર્વથી જોડાય છે, ત્યારે તેના મૂળ મજબૂત બને છે. પછી તેનું સુવર્ણ ભવિષ્ય પણ સુનિશ્ચિત થાય છે. આ વખતે કુંભના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ પણ આટલા મોટા પાયે દેખાય છે. કુંભની આ વૈશ્વિક લોકપ્રિયતા દરેક ભારતીય માટે ગર્વની વાત છે.”