મુખ્તાર અંસારીને આઈસીયૂમાંથી સીસીયૂમાં દાખલ કરવા પડ્યા. અહીં મુખ્તાર અંસારીની સારવાર માટે 9 ડૉક્ટર્સની ટીમ હતી. જોકે, મુખ્તાર અંસારીનો જીવ બચાવી શકાયો નહીં.
માફિયા મુખ્તાર અંસારી (ફાઈલ તસવીર)
ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીનું ગુરુવારે મોડી રાતે મૃત્યુ થયું છે. જેલની બેરેકમાં મુખ્તાર અંસારાની તબિયત બગડી હોવાથી જેલ પ્રશાસન રાણી દુર્ગાવતી મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં તેની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી. સૂચના મળી કે મુખ્તાર અંસારીને આઈસીયૂમાંથી સીસીયૂમાં દાખલ કરવા પડ્યા. અહીં મુખ્તાર અંસારીની સારવાર માટે 9 ડૉક્ટર્સની ટીમ હતી. જોકે, મુખ્તાર અંસારીનો જીવ (Mafia Mukhtar Ansari Death) બચાવી શકાયો નહીં.
આ પહેલા મંગળવારે તેને મેડિકલ કૉલેજમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. ડૉક્ટર્સે કબ્ઝની સમસ્યા જણાવી હતી અને સારવાર બાદ તેને તે જ દિવસે જેલ પાછો મોકલી દેવામાં આવ્યો હતો. બુધવારે જેલમાં તેનું સ્વાસ્થ્ય ચકાસવામાં આવ્યું, જેમાં બધું જ બરાબર મળી આવ્યું હતું.
ADVERTISEMENT
સુનાવણી દરમિયાન આક્ષેપ કરવામાં આવ્યો હતો
Mafia Mukhtar Ansari Death: 60 વર્ષના મુખ્તારે સુનાવણી દરમિયાન કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે જેલમાં તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેને ખાવામાં સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે તેની તબિયત બગડી રહી છે. MP MLA કોર્ટે આ મામલે જેલ પ્રશાસન પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો.
Mafia Mukhtar Ansari Death: મુખ્તારના મોત બાદ ગાઝીપુર અને મૌ સહિત અન્ય સંવેદનશીલ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાવચેતીના પગલારૂપે પોલીસ લાઈન્સમાંથી મોટી સંખ્યામાં ફોર્સ હટાવવામાં આવી રહી છે. માહિતી મળી છે કે મૌ, બાંદા અને ગાઝીપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
યુપીના માફિયા ડોન મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ હવે પ્રશાસને તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગાઝીપુરમાં મુખ્તારના મૂળ ગામમાં, ડીઆઈજી વારાણસી રેન્જ ઓમપ્રકાશ સિંહ, જિલ્લા મેજિસ્ટ્રેટ આર્યકા અખૌરી અને એસપી ઓમવીર સિંહે પોલીસ દળ સાથે કબ્રસ્તાનનું પણ નિરીક્ષણ કર્યું જ્યાં મુખ્તાર અંસારીને દફનાવવામાં આવશે. મુખ્તારની કબર તેના પિતાની બાજુમાં ખોદવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના માફિયા ડોન મુખ્તાર અંસારીનું બાંદા જેલમાં હૃદયરોગનો હુમલો આવતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મુખ્તાર અંસારીના મોત બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ હાઈ એલર્ટ પર છે. મૌ, બાંદા અને ગાઝીપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. મુખ્તાર અંસારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ તેમના પૈતૃક ઘરે લઈ જવામાં આવશે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. (Mafia Mukhtar Ansari Death)
મુખ્તાર અંસારીને મોહમ્મદબાદના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. આ માટે ડીઆઈજી વારાણસી રેન્જ ઓમપ્રકાશ સિંહ, જિલ્લા મેજિસ્ટ્રેટ આર્યકા અખૌરી અને એસપી ઓમવીર સિંહે પોલીસ દળ સાથે તે કબ્રસ્તાનનું પણ નિરીક્ષણ કર્યું છે.
મુખ્તાર અંસારીની કબર તેના પિતા સુભાન ઉલ્લાહ અંસારીની બાજુમાં ખોદવામાં આવશે અને ત્યાં જ મુખ્તાર અંસારીના મૃતદેહને બાંદાથી આવ્યા બાદ તેના પરિવારજનોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મુખ્તાર અંસારીના મોત બાદ મોડી રાત્રે આઈજી આગ્રા ઝોને મુસ્લિમ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. એસએસપી અને જિલ્લા મેજિસ્ટ્રેટે ભારે બળ સાથે મોડી રાત્રે માર્ચ કાઢી હતી.
આ અંગે આઈજીએ કહ્યું કે પૂર્વ ધારાસભ્યનું હાર્ટ એટેકથી નિધન થયું છે, આ અંગે અફવાઓનું બજાર ગરમ છે, શુક્રવાર છે, તેથી તેમણે અહીંના લોકો સાથે વાત કરી છે. અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે અને આચારસંહિતા પણ લાગુ કરવામાં આવી છે. તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.