દીપિકા અને શાહરૂખ ખાનના આ ગીતના વ્યૂઝ તો ધડાધડ વધ્યા જ પણ પાછા તેને વખોડવા વાળા અને ટ્રોલ કરવા વાળા પણ ગેલમાં આવી ગયા
Controversy
એસઆરકે અને દીપિકાની ફિલ્મના ગીત પર થઇ રહી છે બબાલ - તસવીર - એક્ટર્સ ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
2023માં દર્શકોને રાહ છે ફિલ્મ પઠાણની (Pathaan) પણ કદાચ મધ્યપ્રદેશના (Madhyapradesh) દર્શકોના નસીબમાં શાહરૂખ ખાન (Shahrukh Khan)અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)આ ફિલ્મ જોવાનું નહીં લખ્યું હોય. જાણો કોને વાંકુ પડી ગયું છે પઠાણને કારણે. શાહરૂખ ખાન અને દીપિકાની ફિલ્મ પઠાણનું પહેલું ગીત બેશરમ રંગ 12 ડિસેમ્બરે રિલીઝ થયું હતું. દીપિકા અને શાહરૂખ ખાનના આ ગીતના વ્યૂઝ તો ધડાધડ વધ્યા જ પણ પાછા તેને વખોડવા વાળા અને ટ્રોલ કરવા વાળા પણ ગેલમાં આવી ગયા. જો કે દીપિકાની હૉટનેસ અને શાહરૂખ ખાનનું સ્વેગ દર્શકોને ગમ્યું પણ એક રાજનેતાને ખૂંચી ગયું છે. મધ્યપ્રદેશના સાંસદ મંત્રી નરોત્તમ મિશ્રાને આ ગીત સામે સખત વાંધો પડ્યો છે અને તેમણે આ ફિલ્મ પોતાના રાજ્યમાં રિલીઝ નહીં થવા દેવાની વાત કરી દીધી છે. તેમણે આ ફિલ્મમાં ભગવા રંગના કપડાના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો અને એમ પણ કહ્યું કે જો આ ફિલ્મમાં કશું પણ વાંધાજનક હશે તો તે આ ફિલ્મને મધ્યપ્રદેશમાં ત્યાં સુધી રિલીઝ નહીં થવા દે જ્યાં સુધી આ ફિલ્મના વાંધાજનક દ્રશ્યો રિપ્લેસ નહીં કરાય.
આ પણ વાંચોઃ શાહરુખ ખાનની વૈષ્ણો દેવી યાત્રા પર હવે ભાજપ મંત્રી બોલ્યા આવું, જાણો શું કહ્યું?
ADVERTISEMENT
તેમણે કહ્યું કે કોસ્ચ્યુમ અને સીન સુધારવા અથવા કાઢી નાખવા જોઈએ, તો જ પઠાણને એમપીમાં રિલીઝ કરવા માટે વિચારણા યોગ્ય રહેશે. મંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આ અંગે એક ટ્વીટ શેર કર્યો હતી જેમાં તેમણે દીપિકા પાદુકોણને ટુકડે-ટુકડે ગેંગની સમર્થક ગણાવી હતી. હિન્દીમાં તેમના ટ્વિટમાં, તેણે એમ પણ લખ્યું કે "પોશાક ખૂબ જ વાંધાજનક છે અને ગીત ગંદી માનસિકતા સાથે શૂટ કરવામાં આવ્યું છે."
फिल्म #Pathan के गाने में टुकड़े-टुकड़े गैंग की समर्थक अभिनेत्री दीपिका पादुकोण की
— Dr Narottam Mishra (@drnarottammisra) December 14, 2022
वेशभूषा बेहद आपत्तिजनक है और गाना दूषित मानसिकता के साथ फिल्माया गया है।
गाने के दृश्यों व वेशभूषा को ठीक किया जाए अन्यथा फिल्म को मध्यप्रदेश में अनुमति दी जाए या नहीं दी जाए,यह विचारणीय होगा। pic.twitter.com/Ekl20ClY75
અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે પણ પઠાણ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી. દરમિયાન, સ્વામી ચક્રપાણી મહારાજે હિન્દીમાં એક ટ્વિટમાં લખ્યું, "શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં ભગવા અને હિંદુ સંસ્કૃતનું અપમાન થયું છે. ફિલ્મ સેન્સર બોર્ડ કેમ સૂઈ રહ્યું છે? અમે પ્રતિબંધ લાદીશું! હિન્દુ મહાસભા તેનો વિરોધ કરશે.
शाहरुख खान की फिल्म पठान में भगवा और हिंदू संस्कृत का अपमान, आखिर फिल्म सेंसर बोर्ड क्यों सो रहा है, लगाए प्रतिबंध, हिंदू महासभा इसका करेगा विरोध??? स्वामी चक्रपाणि महाराज, राष्ट्रीय अध्यक्ष ,अखिल भारत हिंदू महासभा pic.twitter.com/bD2cNVQLHk
— Swami Chakrapani Maharaj (@SwamyChakrapani) December 14, 2022
પઠાણનું પ્રથમ ગીત, બેશરમ રંગ, તેના રિલીઝ પહેલા જ ખૂબ જ હાઇપ પેદા કરી ચૂક્યું હતું. સ્વિમસ્યુટમાં દીપિકા પાદુકોણની અલ્ટ્રા ગ્લેમરસ તસવીરો હોય, અથવા SRKનો મેન બન હોય અને પોતાના સુપર ફિટ શરીરને ફ્લોન્ટ કરતો હોય, ચાહકોને તે બધું ગમ્યું. આ ગીત આખરે 12 ડિસેમ્બરે રિલીઝ થયું. આ ગીતમાં સ્પેનને સુંદર રીતે કેપ્ચર કરવામાં આવ્યું છે. દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન પણ ફરી એકવાર સાથે ડાન્સ કરી રહ્યાં છે. તેમની કેમિસ્ટ્રી મારફાડ છે એવું કહેવું પડે. જ્યારે દીપિકા પાદુકોણનો હૉટ અવતાર શિયાળામાં તાપણાનું કામ કરે છે તો શાહરૂખ ખાનની તો નજર જ તમને ઓગાળી દે તેવી છે.
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પહેલીવાર પઠાણમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા બેંકરોલ કરાઇ છે. તે YRF સ્પાય યુનિવર્સની ચોથી ફિલ્મ છે. આ મૂવી 25 જાન્યુઆરી, 2023 ના રોજ રિપબ્લિક ડે વીકએન્ડ સાથે તમિલ અને તેલુગુમાં ડબ વર્ઝન સાથે રિલીઝ થવાની છે. શાહરૂખ ખાન ફિલ્મમાં પઠાણ નામના RAW ફીલ્ડ એજન્ટ તરીકે જોવા મળશે. પઠાણનું સંગીત વિશાલ-શેખરે કમ્પોઝ કર્યું છે અને સંચિત બલ્હારા અને અંકિત બલ્હારાએ સ્કોર કમ્પોઝ કર્યો છે. દીપિકા પાદુકોણને દર્શાવતું બેશરમ રંગ નામનું પહેલું સિંગલ 12 ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થયું હતું અને તે મેગા હિટ રહ્યું હતું.