Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Madhya Pradesh News: માથે ટાલ પડી હોવાથી કંટાળ્યો યુવક, ગટગટાવી ગયો જંતુનાશક દવા

Madhya Pradesh News: માથે ટાલ પડી હોવાથી કંટાળ્યો યુવક, ગટગટાવી ગયો જંતુનાશક દવા

Published : 07 July, 2024 02:41 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Madhya Pradesh News: આત્મહત્યા વિષે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિવારજનોનું નિવેદન પણ નોંધ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. યુવક સતત પોતાના ખરી રહેલા વાળને કારણે ચિંતામાં રહ્યા કરતો હતો
  2. છેલ્લા ઘણા સમયથી કોઇની પણ સાથે વાત કરવાનું પણ ટાળી દીધું હતું
  3. ગામના લોકો તેને ચીડવતા હતા આ જ કારણોસર તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હતું

મધ્યપ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના (Madhya Pradesh News) સામે આવી છે. અહીં એક યુવકે પોતાનું જીવન એવી નજીવી વાતે ટુંકાવ્યું છે કે તેનું કારણ જાણીને તમે પણ દંગ રહી જશો. તમને જણાવી દઇએ કે આ ઘટના ખંડવાની છે. અહીં એક યુવકે જંતુનાશક દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે, જોકે આ યુવકના આપઘાત બાદ તેના પરિવારજનો દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. 


વાળ ખરતા હોવાથી યુવક ટેન્શનમાં રહેતો હતો 



પરિવારજનો દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે આ યુવક સતત પોતાના ખરી રહેલા વાળને કારણે ચિંતામાં રહ્યા કરતો હતો. આ રાહુલ નામનો યુવક આ જ કારણોસર હેન્ડસમ ચહેરો ન દેખાતો હોવાથી ડિપ્રેશન (Madhya Pradesh News)માં આવી ગયો હતો. પોતે હેન્ડસમ ન દેખાતો હોવાથી ડિપ્રેશનમાં સરી પડેલા આ યુવાને છેલ્લા ઘણા સમયથી કોઇની પણ સાથે વાત કરવાનું પણ ટાળી દીધું હતું. અને તે સતત માનસિક રીતે તણાવમાં રહ્યા કરતો હતો.


કીટકનાશક દવા પીને જીવન ટૂંકાવ્યું 

માનસિક રીતે તણાવમાં રહેતા આ યુવકે કીટક નાશક દવા પી લઈને આત્મહત્યા (Madhya Pradesh News) કરી લીધી હતી. તેણે પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા જાણે આ પગલું ભર્યું હતું. દવા પી લીધા બાદ જાણ થતાં જ પરિવારજનો તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 


પોલીસ તપાસમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ 

જ્યારે આ આત્મહત્યા વિષે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિવારજનોનું નિવેદન પણ નોંધ્યું હતું જેમાં જાણ થઈ હતી કે આ મૃતક યુવક તમને પોતાના સતત ખરતા વાળને લઈને પરેશાન રહેતો હતો. જોકે તે પોતાની આ સમસ્યાથી છૂટવા માટે ઘણા પ્રકારના શેમ્પૂ અને દવાઓ પણ અજમાવતો હતો પરંતુ કોઈ રીતે તેને સફળતા ન મળતા તેણે આવું પગલું લીધું હતું.

Madhya Pradesh News: માત્ર 20 વર્ષની ઉમંર ધરાવતો આ રાહુલ પોતાના માથેથી ખરતા વાળને લઈને પરેશાન થઈ ગયો હતો અને ડિપ્રેશનમાં આવી ગયો હતો. આ યુવક પોતે મધ્યમ વર્ગના ખેડૂત પરિવાર સાથે સંકળાયેલો હતો. જોકે, પોતાની આ સમસ્યાને કારણે તે ખૂબ જ વ્યથિત રહેતો હતો વળી તેણે પોતાની આ સમસ્યાના નિવારણ માટે હજારો રૂપિયા ખર્ચ્યા હતા. પરંતુ તેમ છતાં તેની જએ સમસ્યા હતી તેનું કોઈ સમાધાન થયું નહોતું. વળી ગામના લોકો તેને ચીડવતા હતા આ જ કારણોસર તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હતું. માત્ર 10મા ધોરણ સુધી અભ્યાસ કરનાર આ યુવકે પરિવાર કે પોતાના અન્ય ભાઈઓ સામે ન જોતાં આત્મહત્યા કરી લીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 02:41 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK