Madhya Pradesh News: બે સમુદાયોના સભ્યો વચ્ચે ભારે સૂત્રોચ્ચાર થયા બાદ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 15-20 મિનિટમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હતો.
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર (Madhya Pradesh News) સામે આવી રહ્યા છે. અહીં ગુના જિલ્લામાં શનિવારે હનુમાન જયંતીની શોભાયાત્રા નીકળી હતી. તે દરમિયાન ભારે અથડામણ થઈ હતી. શોભાયાત્રા કર્નલગંજ મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કહે છે કે બે સમુદાયોના સભ્યો વચ્ચે ભારે સૂત્રોચ્ચાર થયા બાદ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
પહેલાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ત્યારબાદ પથ્થરમારો થયો
ADVERTISEMENT
આ ઘટના વિષે મળતી માહિતી અનુસાર જ્યારે પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારે ઘણા લોકો ઘાયલ (Madhya Pradesh News) થયા હતા. જો કે અત્યારે અહીં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે. આ શોભાયાત્રા કર્નલગંજ મસ્જિદ પાસેથી પસા થઈ તે વખતે બે જૂથો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિ વકરતાં પથ્થરમારો પણ થયો હતો. માહિતી મળતાની સાથે જ ફોર્સ મોકલવામાં આવી હતી. 15-20 મિનિટમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હતો.
એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે જ્યારે શોભાયાત્રા (Madhya Pradesh News) મસ્જિદ પાસેથી પસાર થઈ ત્યારે કેટલાક લોકો ગુસ્સે ભરાયા. ડીજે વગાડવાથી ઉગ્ર થયેલા લોકોએ મસ્જિદની સામે આ યાત્રાને અટકાવી દીધી હતી. અને ત્યારબાદ વિવાદ વધ્યો હતો. વિવાદ વધતાં જ તરત જ મસ્જિદ તરફથી પથ્થરમારો શરૂ થયો હતો. જેના જવાબમાં શોભાયાત્રામાં સામેલ લોકોએ પણ પથ્થરમારો શરૂ કર્યો હતો. થોડી જ વારમાં પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ અને વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. જેમાં અનેક લોકો ઘાયલ થયા.
પ્રદર્શનકારીઓએ (Madhya Pradesh News) પથ્થરમારો કરનારાઓ સામે કેસ નોંધવાની માંગ કરી હતી. આ સાથે જ પરિસ્થિતિ બગડતી જોઈને વહીવટી કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મોટી સંખ્યામાં પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના સઘન પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા.
અત્યારે બધુ નિયંત્રણમાં છે
ગુના જિલ્લા મેજિસ્ટ્રેટ કિશોર કુમાર કન્યાલે કહ્યું છે કે અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. અને સાવચેતીપૂર્વક દેખરેખ રાખવામાં આવી રહી છે. અમને જાણવા મળ્યું કે 2-3 લોકો ઘાયલ થયા છે. અમે કંટ્રોલ રૂમમાંથી દેખરેખ રાખી રહ્યા છીએ. કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા સર્વને વિનંતી છે. અત્યારસુધી આ મામલે પોલીસે 4 લોકો સામે એફઆઈઆર નોંધી છે.
એસપી સંજીવ કુમાર સિંહા આ મામલે જણાવે છે કે અત્યારે પરિસ્થિતિ (Madhya Pradesh News) કાબૂમાં છે. આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમને કર્નલગંજ મસ્જિદ પાસે હનુમાન જયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હોવાની માહિતી મળી હતી. આ ઘટનાને કારણે થોડા સમય માટે શાંતિ અને વ્યવસ્થામાં ખલેલ પહોંચી હતી.

