મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાને શાહરુખ ખાનની વૈષ્ણોદેવીની મુલાકાત પર સવાલ કરવામાં આવ્યો હતો.
નરોત્તમ મિશ્રા
મધ્યપ્રદેશ(Madhy Pradesh)ના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાને મંગળવારે બોલિવૂડ અભિનેતા આમિર ખાન(Aamir Khan)ની તેમની ઓફિસમાં તાજેતરમાં કરવામાં આવેલી કલશ પૂજા અને શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની વૈષ્ણોદેવીની મુલાકાત લઈ સવાલ કરવામાં આવ્યો હતો. આ અંગે મંત્રીએ કહ્યું કે, "સમાજ હવે જાગૃત થયો છે. જો તેઓ હવે સમજી ગયા હોય તો સારું છે. દરેકને પોતાની માન્યતા પ્રમાણે પૂજા કરવાનો અધિકાર છે. વ્યક્તિ કોઈપણ ભગવાનની પૂજા કરી શકે છે. કોઈ આસ્થાને ઠેંસ ના પહોંચાડે બસ એ જ. "
`કોઈની લાગણી દુભાવશો નહીં`
ADVERTISEMENT
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ કહ્યું હતું કે, "દરેકને તેમની આસ્થા અનુસાર પૂજા કરવાનો અધિકાર છે, પરંતુ કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચાડો."
આ પણ વાંચો: દિલ્હીમાં એસિડ અટૅકની વધુ એક ઘટના, ૧૭ વર્ષની છોકરી બની શિકાર
ભાવનાઓને ઠેસ પહોંચાડવાની પરવાનગી નથી
નોંધનીય છે કે થોડા મહિના પહેલા નરોત્તમ મિશ્રાએ આમિર ખાન અને કિયારા અડવાણીને નવવિવાહિત કપલ તરીકે દર્શાવતી બેંકની જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો હતો. આ જાહેરાતમાં ખાન અને અડવાણીને તેમના લગ્નમાંથી એક નવા પરિણીત યુગલ તરીકે પાછા ફરતા દર્શાવવામાં આવ્યા હતા. જાહેરાતમાં આગળ દંપતીને કન્યાના ઘરે પહોંચે છે અને બંવે કન્યાના ઘરે પ્રવેશ કરે છે જે પરંપરાગત પ્રથાની વિરુદ્ધ હતું. જાહેરાતને અયોગ્ય ગણાવતા નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે ભારતીય પરંપરા, રિવાજો અને દેવી-દેવતાઓ વિશે આવી વાતો ખાસ કરીને આમિર ખાન તરફથી આવતી રહે છે. તેણે એમ પણ કહ્યું, "હું માનું છું કે તેને કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની મંજૂરી નથી."
આ પણ વાંચો: `મોદીની હત્યા` વાળા નિવેદનને લઈ કૉંગ્રેસ નેતા પર ઉમરકેદ અને ફાંસીની સજાની કલમો લગાવો
આમિરે કળશની પૂજા કરી હતી
નોંધપાત્ર રીતે, બોલિવૂડ છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપોનો સામનો કરી રહ્યું છે. નરોત્તમ મિશ્રાએ પણ બોલિવૂડ સેલિબ્રિટી સામે અનેક વાંધો ઉઠાવ્યા છે. હાલમાં જ આમિર ખાન પ્રોડક્શનની ઓફિસમાં કળશ પૂજા કરતો જોવા મળ્યો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેની આસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. શાહરૂખ ખાને પણ તાજેતરમાં જમ્મુના વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લીધી હતી, જેની તસવીરો વાયરલ થઈ હતી.